તપાસ:તું કરિયાવરમાં કંઈ લાવી નથી કહી પરિણીતાને મારકુટ કરી, 6 સામે ગુનો

જુનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો ભાંડી દુઃખત્રાસ આપ્યો
  • પતિ સાથે લગ્નમાં આવી પુરા થતા મૂકીને જતો રહ્યોં

જૂનાગઢમાં રહેતી એક પરિણીતાને લગ્ન બાદ કરિયાવર બાબતે મેણાટોણા મારતાં હતા. તેમજ ગાળો ભાંડી હતી. જેથી સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હાલ જુનાગઢમાં રહેતાં અશ્વેતાંબેન મિલનભાઈ મારકણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અશ્વેતાબેનને લગ્નની શરૂઆત થી જ સાસરિયાઓ કહેતાં હતા કે તું ગામડાની છો કરિયાવર કઈ લાવી નથી. તને જોઈતી નથી કહી મેણાટોણા માર્યા હતા. તેમજ ગાળો ભાંડી મારકુટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. તેમજ અશ્વેતાબેન નો કરિયાવરનો સામાન શ્વેતાબેન રાજુભાઈ દુધાત્રાએ ઘરે રાખી મુક્યો હતો. તેમજ અશ્વેતાબેન અને પતિ મિલન જમનભાઈ મારકણા જ્યારે ગામડે લગ્ન કરવા સાથે આવ્યા ત્યારે લગ્ન પુરા કરી ને મિલન અશ્વેતાબેનને મૂકી જતો રહ્યોં હતો.

જ્યારે આ પરિણીતાએ પતિ મિલન,સાસુ વિલાશબેન, જેઠ અનિલ રહે.નવી મુંબઈ, રાજુ નાગજીભાઈ દૂધાત્રા રહે.બોરીયા, ચંદ્રકાંત ભીખાભાઈ સાવલીયા રહે.જૂનાગઢ, શ્વેતાબેન રાજુભાઈ દુધાત્રા રહે.બોરીયા વિરૂદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ ટી. એમ મહેતાંએ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...