તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું પૂર્વાનુમાન:વર્ષ 10થી 12 આની, જૂનનાં અંતમાં વાવણીલાયક વરસાદની આગાહી, 40 જેટલા આગાહીકારોએ વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યુ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ યુનિવર્સિટીમાં ઓનલાઇન યોજાયો 27મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીરાકરો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. ચાલુ વર્ષ 10 થી 12 આની રહેવાની શકયતા છે. તેમજ જુન મહિનાનાં ચોથા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ થવાની શકયતા દર્શાવી હતી.

જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ઓનલાઇન યોજાયો હતો. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા થયા હતા. આ પરિસંવાદ દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતુ઼ કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. આ તકે જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી, ડો. જે.ડી. ગુંદાલીયા, ડો. જી.આર. ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં.

ગત વર્ષે 83 થી 92 ટકા આગાહી સાચી પડી હતી એ આગાહી આ મુજબ છે

  • પી.જી. રાજાણીની ગત વર્ષે 92 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જૂનથી ઓક્ટોબર સુધીનાં 28 દિવસ વરસાદ થશે. 12 આની વરસનું પૂર્વાનુમાન છે. વર્ષનો એવરેજ વરસાદ 52 ઇંચ થઇ શકે. અતિ વૃષ્ટિની પણ શક્યતા છે.
  • ધનસુખભાઇ શાહની ગત વર્ષે 83 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જૂન મહિનામાં માફકસર થી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર આવવાની શકયતા. જુલાઇમાં વરસાદનું જોર ઘટે અને જુલાઇનાં અંતમાં વરસાદનું વાતાવરણ બંધાઇ શકે. ઓગષ્ટમાં મીનીવાવાઝોડાની શકયતા.
  • બાબુભાઇ ગોપાલભાઇ પાઘડાળની ગત વર્ષે 89 ટકા આગાહી સાચી પડી હતી. આ વર્ષની આગાહી કરતા કહ્યું હતું કે, જુન આદી વસોમાં પવન સાથે વરસાદની સંભાવના છે. તા. 15 જુલાઇ થી 18 જુલાઇ આ ત્રણ દિવસમાં અતિ વરસાદ થવાની શકયતા છે. ફરી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બરનાં જોરદાર વરસાદ થઇ શકે.
  • સ્ત્રો : કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળમાંથી પ્રાપ્ત માહિતી મુજબ.

વર્ષા વિજ્ઞાન મંડળનાં 40 આગાહીકારોનું તારણ

  • વાવણીલાયક વરસાદ જૂનનાં ચોથા અઠવાડીયામાં થવાની શકયતા.
  • જૂલાઇના ત્રીજા- ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટી થવાની શકયતા છે.
  • 16 ઓગષ્ટ બાદ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો છે.
  • માવઠાની નવેમ્બરના બીજા અઠવાડીયામાં શકયતા છે.
  • વર્ષ મધ્યમ રહેવાની શકયતા છે.
અન્ય સમાચારો પણ છે...