ભ્રષ્ટાચારનો આક્ષેપ:જિલ્લા દૂધ સંઘના પૂર્વ ચેરમેન સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.માં સગાવાદ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના પૂર્વ ચેરમેન રામસિંહ જગમાલભાઇ ભેટારિયા સામે વંથલી તાલુકાની બાલોટ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છેકે, જૂનાગઢ જિલ્લાની 264 મંડળીઓ સભાસદ થવા આવી હતી તેને સભાસદ તરીકે દાખલ કરી નથી. અને માત્ર નજીકના સગાંઓની મંડળીઓને સભાસદ તરીકે દાખલ કરી છે જેથી દૂધ સંઘ પર પોતાનું કાયમી વર્ચસ્વ રહે. કર્મચારીઓમાં પણ પોતાના સગાંઓની ભરતી કર્યાનો આક્ષેપ પણ રીટમાં કરાયો છે.

સંચાલક મંડળમાં વેવાઇ, સાળા, બનેવી, જમાઇ, દીકરીઓ અને અંગત મળતિયાઓને રાખ્યાનું પણ રીટમાં જણાવાયું છે. તો જે મંડળીઓ દૂધ ભરતી હોય તેને પણ ખોટી રીતે કાયદાના દાયરામાં લઇ દુધ ભરતી બંધ કરી મતદાર તરીકે દૂર કરવા સાથે બીએમસી સેન્ટર પણ સગાંઓને આપ્યાનો આક્ષેપ કરાયો છે. આથી ઉચ્ચકક્ષાએ તપાસની બાલોટ મહિલા દૂધ મંડળીએ માંગ કરી છે.

મંડળીઓ કાંઇ થોડી સગાંની હોય: ભેટારિયા
હાઇકોર્ટ તેઓની આખી મંડળી રદ કરી છે. આક્ષેપો માટે તેઓનો મુદ્દો જ ખોટો છે. મંડળી કાંઇ ઘરની છેકે, એમાં બધાં સગાંજ હોય. અને તેનીભજ ભરતી થાય. > રામસીંહ ભેટારિયા

અન્ય સમાચારો પણ છે...