આયોજન:ડિવાઇડર પર 1000 વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિન મનાવાશે

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂં જૂનાગઢ ગ્રીન જૂનાગઢ સૂત્રને સાર્થક કરાશે
  • ખલીલપુર​​​​​​​ રોડનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ કરાશે

5 જૂનની વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 1,000 વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે, માનવીને જીવવા માટે ઓક્સિજન-પ્રાણવાયુની જરૂર છે અને તે પ્રાણવાયુ વૃક્ષો પૂરો પાડે છે. ત્યારે આ વૃક્ષોએ પૃથ્વી પરના દેવ સમાન હોય અને આપણી મહામૂલી સંપદા હોય તેના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.

ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે મહાનગરપાલિકા અને જોષીપરાની વિવિધ સોસાયટીઓના રહિશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. મારૂં જૂનાગઢ, ગ્રિન જૂનાગઢના સૂત્રને સાર્થક કરવા ડિવાઇડર પર 1,000 વૃક્ષોનું વાવેતર કરાશે. આ સાથે 5 જૂન રવિવારે સવારના 10 વાગ્યે શુભેશ્વર મહાદેવ મંદિર પાસે ખલીલપુર રોડનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ કરવામાં આવશે.

આ તકે મેયર ગીતાબેન પરમાર તેમજ મનપાના અધિકારી, પદાધિકારીઓ તેમજ સ્થાનિક રહિશોની ઉપસ્થિતી રહેશે. ત્યારે લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાગ બગીચા સમિતીના ચેરમેન પ્રફુલાબેન ખેરાળા અને ગાર્ડન સુપરવાઇઝર રાજેશ પરમારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...