આયોજન:વરસાદ પહેલા વૃક્ષારોપણ અને ભૂગર્ભ જળ સંચય માટે વર્કશોપ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવનારી પેઢીને પાણીની તંગીનો સામનો કરવો ન પડે માટેઆયોજન
  • અગ્રણીઓ, ​​​​​​​એનજીઓ, શહેરીજનોને જોડાવા મનપાની અપીલ

જૂનાગઢમાં વરસાદની શરૂઆત થાય તે પહેલા વૃક્ષારોપણ અને ભૂગર્ભ જળ સંચય વર્કશોપનું આયોજન કરાયું છે. મહાનગરપાલિકા દ્વારા આ વર્કશોપ 17 મે મંગળવારના સાંજના 5થી 7 દરમિયાન શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે. ખાસ કરીને હાલ દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે જળ એજ જીવનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાર્થક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢમાં મારૂં જૂનાગઢ ગ્રીન જૂનાગઢ બનાવવા માટે વૃક્ષારોપણ તેમજ ભૂગર્ભ જળ સંચયનો વર્કશોપ યોજાશે.

ત્યારે વૃક્ષારોપણ થકી આપણું જૂનાગઢ હરિયાળું બને અને આવનારી પેઢીને ભવિષ્યમાં પાણીની તંગીનો સામનો કરવો ન પડે તે માટે ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે ચોમાસાની ઋતુ પહેલા શરૂ થનાર આ અભિયાનમાં શહેરના અગ્રણીઓ, એનજીઓ તેમજ તમામ શહેરીજનોને જોડાવા મેયર ગીતાબેન પરમારે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...