તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકવણું બાકી:કોરોનામાં 3 મહિના કામ કર્યું, પગાર 1 મહિનાનો જ મળ્યો!!

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિવીલમાં 50 તબીબોના પગારના 60,00,000 રૂપિયાનું ચૂકવણું બાકી

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોનો પ્રશ્ન ઉકેલાયો ત્યાં બોન્ડ પર કામ કરનાર તબીબોના પગારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ અંગે મળતી વિગત મુજબ સરકારે કોરોનામાં કામગીરી માટે 59 તબીબોને બોન્ડ પર લીધા હતા જેને માસિક 60,000 નો પગાર ચૂકવવાનો હતો. આ 59માંથી 9 તબીબોને અન્ય સ્થળેથી બોલાવાયા હતા જેને જે તે શહેરની હોસ્પિટલે પગાર ચૂકવવાનો હતો. જ્યારે બાકીના 50ને જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતેથી પગાર ચૂકવવાનો હતો.

દરમિયાન બોન્ડ પર કામ કરનાર કોરોના વોરિયર્સ તબીબોની કઠણાઇ એ છે કે, 3 મહિનાની કામગીરીમાંથી 1 મહિનાનો જ પગાર ચૂકવાયો છે! જ્યારે 2 મહિનાનો પગાર બાકી છે. માસિક 60,000 લેખે 1 તબીબનો 2 માસનો પગાર 1,20,000 રૂપિયા થાય. આવા કુલ 50 તબીબોનો પગાર બાકી હોય આ બાકી પગારની રકમ 60,00,000 છે.

ત્યારે આ રકમ જલ્દી મળી જાય તેવી બોન્ડ પર કામ કરનાર 50 તબીબોએ માંગ કરી છે. દરમિયાન આ અંગે સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, અન્ય કોઇ ઇશ્યુ નથી માત્ર ગ્રાન્ટના અભાવે પગાર અટક્યો છે. સત્વરે ગ્રાન્ટ મળે તે માટે મારા સતત પ્રયાસો શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...