તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહેવાલની અસર:તાલાલાથી ગલીયાવડ ગીરના અધૂરાં રોડનું ટલ્‍લે ચડેલ કામ અનેક રજુઆતો બાદ શરૂ

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોડનું કામ ફેરી શરૂ થયેલ - Divya Bhaskar
રોડનું કામ ફેરી શરૂ થયેલ
  • અઢી કી.મી.નો પેવર રોડ બનાવવા માટે માત્ર મેટલ પાથરીને કોન્ટ્રાકટર ગાયબ થયો હતો

ગીર સોમનાથ જીલ્‍લામાં તાલાલાથી ગલીયાવડ ગીર ગામે જતો અઢી કી.મી. માર્ગ પાકો પેવરથી બનાવવાની કામગીરી કોન્‍ટ્રાકટરએ અધૂરી છોડી ટલ્‍લે ચડાવી દીઘી હતી. જે અંગે ગ્રામજનોએ રજૂઆત કર્યા બાદ અઠવાડીયા પૂર્વે અહેવાલો પ્રસિદ્ધ થયેલા હતા. જેના પડઘા પડયા હોય તેમ રોડના કામ બાબતે નિદ્રાઘીન અવસ્‍થામાં રહેલા તંત્રએ સફાળા જાગી રોડની કામગીરી ફરી શરૂ કરાવવામાં આવી છે. તેથી ગલીયાવાડ ગીર, ખીરધાર ગીર સહિતના ગામની ગ્રામીણ પ્રજામાં રાહતની લાગણી પ્રસરી છે.

માર્ગ ઉપરથી વાહનચાલકોને પસાર થવુ કઠીન હતુ

ગીરના પાટનગર તાલાલા શહેરનથી ગલીયાવડ ગીર ગામે જતે અઢી કી.મી.નો માર્ગ રૂ.2 કરોડ 41 લાખના ખર્ચે પાકો પેવરથી બનાવવાનું મંજૂર થયુ હતુ. બાદમાં કોન્ટ્રાકટરએ નવનિર્મિત માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. માર્ગનું કામ ચાલુ થયેલુ ત્‍યારે મેટલ પાથરવાનું કામ કર્યા પછી કોન્ટ્રાકટર જતો રહેલો હતો. આ રોડની કામગીરી લાંબા સમય સુઘી બંધ રહેતા માર્ગ ઉપરથી મેટલ ઉખડીને નીકળવા લાગી હતી. જેના પગલે થોડા દિવસોમાં માર્ગ ઉપર નાના પથ્થરો પથરાઈ જતાં માર્ગ ઉપરથી લોકોને અને વાહનચાલકોને પસાર થવુ કઠીન બની ગયું હતું.

રોડને પાકો પેવરથી બનાવવાની કામગીરી ગઇકાલથી શરૂ થઇ

માર્ગ ઉપર પથ્થરોના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોના બનાવો બનવા લાગતા ત્રાહીમામ પોકારી ગયેલા ગ્રામીણોએ કાચો માર્ગ પાકો બનાવવાની કામગીરી વિના વિલંબો શરૂ કરી મુશ્કેલીનો અંત લાવવા અનેકવાર લેખિત-મૌખીક રજૂઆતો કરેલી હતી. પરંતુ પરીણામ શુન્ય આવેલુ હતુ. ત્‍યારબાદ ગ્રામીણ પ્રજાની પીડા અંગે કોંગ્રેસના અગ્રણીઓએ ફરિયાદ કરી હતી. જેથી ગ્રામજનોની વેદના અને રાજકીય આગેવાનોની ફરીયાદ અંગે અઠવાડીયા પૂર્વે અહેવાલો પ્રસિદ્ધ થયેલી હતા. જેના પગલે જવાબદાર તંત્રમાં સુરવરાટ આવેલો હોય તેમ તાલાલા ગીરથી ગલીયાવડ ગીર ગામે જતો ટલ્‍લે ચડેલ રોડને પાકો પેવરથી બનાવવાની કામગીરી ગઇકાલથી શરૂ થઇ હતી. જેના પગલે ગલીયાવડ ગીર ખીરધાર ગીર સહિતના ગામોની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...