સમસ્યા:જંગલના ચેકનાકાં રેઢાં પડ, ટ્રેકરો- મજૂરોથી કામ ચલાવાય છે

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનકર્મચારીઓની હડતાલને પગલે થયેલી અસર ધીમે ધીમે બહાર આવશે

ગુજરાતમાં વનવિભાગના કર્મચારીઓએ પાડેલી હડતાલને પગલે ખાસ કરીને ગીર જંગલ રેઢાં પડ સમાન બની ગયું છે. ચેકનાકા છે પણ ધ્યાન રાખનાર સત્તાવાર કર્મચારીઓજ ત્યાં નથી. ટ્રેકરો અને મજૂરોથી કામ ચલાવાઇ રહ્યું છે.વનવિભાગના કર્મચારીઓ હડતાલ પર ગયા બાદ હાલ તમામ ચેકનાકાં રેઢાં છે. ઓફિસોમાં આરએફઓ, એસીએફ, ડીએફઓ, સીસીએફ છે. પણ તેમના હુકમ, સુચના અને માર્ગદર્શનની અમલવારી કરનારી સ્ટાફજ નથી. આથી ટ્રેકરો અને આઉટ સોર્સીંગના મજૂરો પાસેથી કામ લેવાઇ રહ્યું છે.

આમ છત્તાં મારણના કેસ, સીંહનાં લોકેશન વખતે તેની સ્થિતી, દીપડાની રંજાડ માટેનાં પાંજરા, શિકારીઓ, ચંદનના લાકડાં કાપનારાઓના ગેરકાયદેસર વનપ્રવેશની ઘટનાઓને તેઓ રોકી શકે એવી સ્થિતી નથી. નિવૃત્ત વનકર્મચારીઓને પણ વનવિભાગે બોલાવ્યા છે. પણ બીટ લેવલે જવાબદાર કર્મચારીઓનાં અભાવે સીંહ-દીપડાની વીગતો, ખાસીયતોની અપડેટ માહિતી તેઓ પાસે નથી હોતી. વળી રેસ્ક્યુની જોખમી કામગીરી પણ વેટરનરી ડોક્ટર બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની હાજરી વિના હાથ પર ન લે. અત્યારે તાત્કાલિક તેની ખબર નહીં પડે પણ હડતાળને લીધે સીંહ-દીપડા જેવા વન્યપ્રાણીઓની સંવેદનશીલ બાબતોને થયેલી નુકસાનીની વીગતો ધીમે ધીમે બહાર આવી શકે.

તકલીફ છે પણ અમે કામ ચલાવી રહ્યા છીએ: સીસીએફ
તકલીફ તો છે. કારણકે, ગાર્ડ અને ફોરેસ્ટર એ અમારા પાયાના કર્મચારીઓ છે. તેઓની માંગણીઓ છે એ તો નિતી વિષયક નિર્ણય છે. બધા સામુહિક રજા પર છે. અમે ટ્રેકરો, મજૂરો, સ્થાનિક ચોકીદારો અને સંવેદનશીલ સ્થળે પોલીસ થકી કામ ચલાવી રહ્યા છીએ. - કે. રમેશ, સીસીએફ

અન્ય સમાચારો પણ છે...