મન્ડે પોઝિટિવ:જૂનાગઢની મહિલાનો સેવાયજ્ઞ : જન્મજાત ખોટ ધરાવતા 200થી વધુ બાળકોને બોલતા શીખવ્યું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પીચ થેરાપી ઓનલાઈન અને ઓફલાઈન નિ:શુલ્ક આપી રહ્યાં છે, સન્માન કરવામાં આવ્યું

જૂનાગઢમાં રહેતા ઉષાબેન કાકડીયાના ઘરે વર્ષો પહેલા પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ તે સાંભળી શકતી ન હોય તેમને થેરાપી આપી હતી બાદમાં અને કોઈપણ પરિવારનું બાળક આ સ્થિતીમાં ન રહે એ માટે આ અભિયાન ઉર્ષાબેને શરૂ કર્યું હતું. જે આજે અનેક ઘરો સુધી પહોંચ્યું છે. અને લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યાં છે.

જૂનાગઢ શહેરના શ્રીનાથનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન કાકડીયા વર્ષોથી સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે. જેમાં નબોલી શકતા કે ન સાંભળી શકતા બાળકો માટે સ્પીચ થેરાપી દ્વારા ઓનલાઈન તેમજ ઓફલાઈન માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. ઉષાબેન કાકડીયા 22 વર્ષથી આ કામગીરી કરી રહ્યાં છે. અને નાના બાળકોને બોલવાનું શીખવે છે.

તેમજ કાર્ડ દ્વારા પણ ભાષાકીય માર્ગદર્શન આપી રહ્યાં છે. આજે ઘણા બાળકો તેમનો લાભ લઈ રહ્યાં છે. વાત કરીએ તો જન્મજાત બાળક બોલી ન શકતુ હોય કે પછી સાંભળી શકતુ ન હોય જેથી પરિવાર ચિંતીત બનતો હોય છે. ત્યારે ઉર્ષાબેને અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને બોલતા શીખવ્યું છે.

સામાન્ય જીવન જીવતા શીખવ્યું
જે તે સમયે જે બાળકો દોડી નહોતા શકતા તેમને ઉર્ષાબેન દ્વારા નિશુલ્ક થેરાપી અપાઈ હતી. જે લોકો આજે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી રહ્યાં છે. અને અન્ય લોકોની જેમ સામાન્ય જીંદગી જીવી રહ્યાં છે. ત્યારે જ ઉષાબેનનું જૂનાગઢમાં મિડીયા કર્મીઓ દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...