કોરોનાનો કહેર:માતરવાણિયામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ વધીને 57.14 ટકા થયો
  • 29 કેસમાંથી 16 ડિસ્ચાર્જ થતા હવે 13 એક્ટિવ કેસ
  • સિવીલનાં 17 માંથી 16 ડિસ્ચાર્જ

જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે. શનિવારે વધુ 4 કોરોના મુક્ત વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોય રિકવરી રેટ 57.14 ટકાએ પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28 કોરોના કેસ નોંધાયા હતા.જોકે શનિવારે માતરવાણીયા ગામની 52 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ 29 કેસ થયાં છે. શનિવારના 4 સહિત કુલ 16 વ્યક્તિ સ્વસ્થ થતા તેને રજા અાપી દેવામાં આવી છે. આમ, હવે માત્ર 13 કેસ એક્ટિવ રહ્યા છે. શનિવારે સિવીલ હોસ્પિટલમાંથી 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં માણાવદરના ઇન્દ્રા ગામના વૃદ્ધા, જૂનાગઢ શહેરના યુવાન અને કેશોદના પિપળીયા ગામના પિતા, પુત્રીનો સમાવેશ થાય છે.  સિવીલ હોસ્પિટલનાં 17માંથી 16 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ થયાં છે. 301નો રીપોર્ટ નેગેટીવ, 162નો રીપોર્ટ પેન્ડીંગ છે.

હવે 13 દર્દીની 3 જગ્યાએ સારવાર
કોરોનાનાં કુલ 29 માંથી 16 ડિસ્ચાર્જ થતા હવે જિલ્લામાં કોરોના પોઝિટીવ 13 દર્દી રહ્યા છે. આ 13માં 2 દર્દી સિવીલમાં, 10 ભવનાથ સનાતન ધર્મશાળામાં અને 1 રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું  આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહયું છે. 

ભવનાથના દર્દીને અન્યત્ર ખસેડો
કુલ 11 કોરોના પોઝિટીવ પૈકી 10 ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળા ખાતે આઇસોલેશન છે. આ દર્દીથી વન્યપ્રાણી, સ્થાનિક લોકોની સુરક્ષાને પણ ખતરો થઇ શકે છે. ત્યારે આ દર્દીઓને સિવીલ હોસ્પિટલ કે જૂની સિવીલ હોસ્પિટલની ખાલી પડેલી જગ્યાએ સ્થળાંતરિત કરવા જોઇએ. - અમૃતભાઇ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...