ઉજવણી:હોલી-ડે એડવેન્ચર એકટીવીટી સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકિંગ કેમ્પમાં વર્ષ 18 થી 62 સુધીની કુલ 60 મહિલાઓએ જોડાઇ

જૂનાગઢ હોલી-ડે એડવેન્ચર એકટીવીટી સંસ્થા દ્વારા તા. 5 માર્ચે વિશ્વ મહિલા દિનની ટ્રેકિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. એમ તો સમગ્ર વિશ્વમાં તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિન ઉજવાય પણ તા. 8 એ ધુળેટી હોવાથી અગાઉ ઉજવણી કરાઇ. આ ટ્રેકિંગ કેમ્પની અંદર કુલ 60 મહિલાઓએ ભાગ લીધો હતો. જોગણિય ડુંગર વિસ્તારમાં 2400 ફૂટની ઊંચાઇ પર ટ્રેકિંગ કરવામાં આવ્યું.

સાથેજ પક્ષી, વૃક્ષો, ટ્રેકિંગના ફાયદા અને મહિલાના આત્મ વિશ્વાસ માટે આ પ્રવૃત્તિનું મહત્વ જણાવેલ હતું. આ કેમ્પની અંદર સાસુ, વહુ, મમ્મી, દીકરી સહિતના વર્ષ 18 થી 62 સુધીની મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કેમ્પના કોચ કલ્પેશ શાંખલા, ડેનિશ મેંદપરા, નિમિષા જેઠવા, જલ્પા કામદાર, રિતુ વીસરોલિયા હતા.

પૂર્ણ થયા બાદ લાલ ધોરી નજીક ભાગ લીધેલ તમામ મહિલાને પ્રોત્સાહન આપવા માટે ડો. ચિરાગબેન ગોસાઈ, પ્રોફેસર સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ, શિક્ષણ નિરીક્ષણ જલ્પાબેન કયાડા અને સંસ્થાના ચેરમેન ધર્મિષ્ઠાબેન ચોહાણ દ્વારા તમામને સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...