મહિલા સંગઠન:માંગરોળ ગ્રામીણ મહિલા વિકાસ સંઘના નેજા હેઠળ 'આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત' દ્વારા મહિલા સંમેલન યોજાયું

જુનાગઢએક મહિનો પહેલા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુરલીધર વાડી ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સાથે ગડુ A.G.E.C.S પ્રોગ્રામ દ્વારા ગ્રામીણ મહિલા વિકાસ સંઘ અને નાગરિક સુચના કેન્દ્ર ના નેજા હેઠળ મહિલા સંમેલન નુ આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમ મા સરકારની વિવિધ યોજનાઓ ની સંપુર્ણ જાણકારી અપાઈ હતી તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ ના મંડળોમા આવી યોજનાઓ ની જાણકારી આપવામા આવે જેથી કરીને બહેનો પણ આવી યોજનાઓ નુ લાભ લઈ શકે અને પોતાનુ કોઈ ગૃહ ઉદ્યોગ વ્યવસાય શરુ કરી શકે આ ઉપરાંત નાગરિક વિકાસ કેન્દ્ર ની તમામ માહિતીઓ તાલુકાના દરેક ગામ સુધી પહોંચે તેમજ મહિલાઓ ની સુરક્ષા અને સલામતી સહીતના તમામ પ્રશ્નો સરકાર સુધી પહોંચે સાથે તે માટે તાલુકાના 21 ગામો થી 250 જેટલી બહેન ની ઉપસ્થિતીમા મહિલાઓ ગ્રામીણ વિકાસ સંઘ દ્વારા મહિલા સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...