ફરિયાદ:ડેરવાણમાં ગ્રામ પંચાયતના વહિવટને લઈ મહિલા સરપંચ, ઉપસરપંચને ધમકી

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો, છરી લઈ મારવા દોડતા પત્નિએ ફરિયાદ નોંધાવી

ડેરવાણ ગામે ગ્રામ પંચાયતના વહિવટને લઈ સરપંચ પતિએ પત્નિને માર માર્યો હતો. તેમજ ભાઈના ઘરે જઈ પણ બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ પંથકના ડેરવાણ ગામે રહેતા કૈલાશબા સુરેશભાઈ ભાટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કૈલાશબા ડેરવાણ ગામના સરપંચ તરીકે ચૂંટાયા હોય.

અને તેમનો દિયર ધરમભાઈ ઉપસરપંચ તરીકે ચૂંટાયા હોય અને સુરેશભાઈને દારૂ પિવાની ટેવ હોય જેથી સરપંચ તરીકેનો વહિવટ કૈલાશબા અને તેમના દિયર ધરમભાઈ કરતા હોય અને ગ્રામ પંચાયતનો વહિવટ કૈલાશબાના પતિ સુરેશને કરવો હોય જેથી તેમણે ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ છરી લઈ મારવા દોડતા કૈલાશબા તેમના છોકરાઓ સાથે દિયરના ઘરે જતા રહ્યાં હતા. ત્યાં પણ સુરેશ પહોંચી ગયો હતો. અને બંનેને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...