દુર્ઘટના:વિસાવદર તાલુકાનાં ખાંભા ગામે સાપ કરડતા મહિલાનું મોત

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંપરડામાં ટાંકામાં ડુબી જતા 1 વ્યકિતનું મોત

વિસાવદરના ખાંભામાં એક મહિલાને ઝેરી સાપ કરતા સારવાર માટે ખસેડાય હતી. સારવારમાં દરમિયાન મોત નિપજયું હતુ.જ્યારે ચાપરડા ગામે પણ એક વ્યકિતનું પાણીના ટાંકામા ડુબી જવાથી મોત નિપજ્યાનો બનાવ બન્યો હતો.

મુળ દાહોદ પંથકના અને હાલ ખાંભા ગામે રહેતા રમીલાબેન શૈલેષભાઈ બારૈયા (ઉ.વ.36)ને ઝેરી સાપ કરડ્યો હતો. જેથી પરિવારજનોએ સારવાર માટે ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન રમીલાબેનનું મોત નિપજ્યું હતું. જ્યારે મુળ બાલોટ ગામના અને ચાપરડામાં રહેતા અલ્કેશ જાનકીદાસ દાણીધારીયાનું પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...