અકસ્માત:જૂનાગઢના કરેણી અને અજાબ રોડ ઉપર કારે બાઈકને ઠોકર મારી, મહિલાનું મોત

જુનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડાલ પાસે કાર હડફેટે એક વ્યક્તિને ઈજા, ચાલક ફરાર

જૂનાગઢ પંથકના વડાલ પાસે એક કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી એક આધેડને હડફેટે લીધા હતા.અકસ્માત બાદ કાર ચાલક નાસી જતા તેમના વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ ના વડાલ ગામે રહેતાં પ્રતીકભાઈ પાનસુરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,વડાલ ગામ પાસે એક કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી પ્રતીક ભાઈના પિતા શાંતિલાલભાઈ ને હડફેટે લીધા હતા.

જેથી તેમને ઇજા પહોંચી હતી.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ જતા તેમના વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે કેશોદના શેરગઢ ગામે રહેતાં નાથાભાઈ ખાખાભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,કરેણી-અજાબ રોડ પર એક કાર ચાલકે બે ફિકરાઈ થી ચલાવી બાઈકને ઠોકર મારી હતી.

જેથી બાઈકમાં પાછળ બેઠેલા નાથાભાઈ ના પત્ની જયાબેનને ગંભીર ઈજા પહોંચી હતી અને મોત નિપજ્યું હતું.આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં.અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હોય તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...