ફરિયાદ:જૂનાગઢનાં વડાલમાં મહિલા પર લાકડી વડે હુમલો, ધમકી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વંથલીની સીમમાં દાતરડું લઈ મારવા દોડ્યા, સામ સામી ફરિયાદ

જૂનાગઢનાં વડાલમાં રહેતા જયાબેન અમુભાઈ ઝાલાને કોઈ વાતને લઈ ગાળો ભાંડી હતી. અને લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારી ધમકી આપતા જાનકીબેન રાજુભાઈ વઘેરા, જોશનાબેન, સુનીતાબેન, પ્રવિણભાઈ, રાજુભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સાંતલપુર ગામે રહેતા ગોરધનભાઈ ટીડાભાઈ સિંહપરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રમીલાબેને આવી ભાગ્યાના ખેતરનાં કુવાની મોટરનું દોરડું કુવામાં નાંખવા જતા મામદભાઈએ ના પાડી હતી. જેથી દાંતરડું લઈ મારવા દોડ્યા હતા.

બાદમાં રમીલાબેને તેમના ભાઈઓ અને સંબંધીઓને ખેતરે મોકલ્યા હતા. અને જગા નાથાભાઈ, મયુર નાથાભાઈ પાઈપ અને લાકડી સાથે તેમજ અજાણ્યા 8 શખ્સો પણ ખેતરે આવ્યા હતા. અને ગોરધનભાઈને ગાળો ભાંડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત રમીલાબેન તેમજ જગા નાથાભાઈએ પાઈપ અને લાકડીથી માર મારી ધમકી આપી હતી. જેથી ગોરધનભાઈએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે રમિલાબેન કરશનભાઈ કરંગીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લખમણ નાથાભાઈ કારેથાએ મામદ ખમીશા સાંધને વાડીએ મોકલી સંયુક્ત આવેલ ઓરડીમાંથી મશીન ચાલુ કરી બહાર નિકળતા મામદ, ગોરધનભાઈ, લક્ષ્મીબેને રમિલાબેનને ગાળો ભાંડી હતી. તેમજ મામદ સાંધે ઉંધી કોદાળી રાખી હાથ અને પગમાં માર માર્યો હતો. તેમજ ગોરધને પણ ઉંધી કુહાડીથી મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...