તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અવાણિયા,કેરાળાનાં બે વ્યક્તિનાં બેંક ખાતામાંથી 1.60 લાખ ઉપાડી લીધા

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મદદનાં નામે એટીએમ કાર્ડનાં પીન લઇ લોકોનાં બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખ્સ વેરાવળમાંથી ઝડપાયો હતો. આ શખ્સે માળિયા હાટીનાનાં અવાણિયા અને કેરાળાનાં બે વ્યક્તિનાં ખાતામાંથી રૂપિયા 1.60 લાખ ઉપાડી લીધાની માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

એટીએમમાંથી રૂપિયા ઉપાડતા લોકોને મદદ કરવાનાં નામે છેતરપીંડી કરવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. વેરાવળ પોલીસે તાજેતરમાં અસફાક અબ્દુલ ગફાર પંજાની અટક કરી હતી. આ શખ્સે 28 જેટલા લોકોને મદદ કરવાના બહાને એટીએમનાં પીન મેળવી બાદમાં જેતે વ્યક્તિનાં બેંકનાં ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતાં. માળિયાનાં તાલુકાનાં અવાણિયા ગામે રહેતા મનીષાબેન નાનજીભાઇ ડઢાણિયાનાં ખાતામાંથી 1.40 લાખ રૂપિયા અને કેરાળાનાં ભરતભાઇ વલ્લભાઇ ભંભાણાનાં ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...