• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • With The Intention Of Fulfilling His Father's Dream, A Student From Sutrapada Passed Std. 99.90 In 12 And The Daughter Of A Carpenter Working In Veraval Got PR Of 99.44

મહેનતનું પરિણામ:પિતાનું સ્‍વપ્‍ન પુરૂ કરવાના ઘ્‍યેય સાથે સુત્રાપાડાના વિદ્યાર્થીએ ધો. 12માં 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની પુત્રીએ 99.44 PR મેળવ્‍યાં

ગીર સોમનાથ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સફળતા પ્રાપ્ત કરનાર બંન્ને વિદ્યાર્થીઓ - Divya Bhaskar
સફળતા પ્રાપ્ત કરનાર બંન્ને વિદ્યાર્થીઓ
  • બંને વિદ્યાર્થીઓ વેરાવળની દર્શન સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા અને જિલ્‍લામાં પ્રથમ અને દ્રીતીય ક્રમ પ્રાપ્ત કર્યો
  • વિદ્યાર્થીઓએ આર્થીક સંકડામણ વચ્‍ચે સંઘર્ષ કરી સખત 16 થી 18 કલાકની તનતોડ મહેનત કરી સફળતા પ્રાપ્‍ત કરી

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પિતાનું સ્‍વપ્‍ન પુરૂ કરવાના ઘ્‍યેય સાથે સુત્રાપાડાના વિદ્યાર્થીએ 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની પુત્રીએ 99.44 PR મેળવ્‍યાં છે. પિતાના 2018માં થયેલા અવસાન સમયના અંતિમ શબ્‍દોને મનમાં બાંધી સુત્રાપાડામાં રહેતા અને દરરોજ વેરાવળની શાળામાં અભ્‍યાસ અર્થે આવતા વિદ્યાર્થી કૃણાલ સિઘ્‍ઘપુરાએ 99.90 PR પ્રાપ્ત કરી સફળતા મેળવી બોર્ડમાં દસમો અને જિલ્‍લામાં પ્રથમ સ્‍થાન મેળવ્યું છે.

આ ઉપરાંત વેરાવળમાં ઘર વગર ભાડાના મકાનમાં રહી છુટક સુથારીકામની મજુરી કરતા પિતાના પરસેવાનું પરીણામ દિકરી મલ્‍લીકા કુકડીયાએ 99.44 PR હાંસલ કરી બતાવ્‍યુ છે. આ દિકરીએ જિલ્‍લામાં બીજું સ્‍થાન મેળવી ગૌરવ અપાવ્યુ છે.

પુત્રની સફળતાને મોઢું મીઠું કરાવી વધાવતી માતા
પુત્રની સફળતાને મોઢું મીઠું કરાવી વધાવતી માતા

પિતાની ખોટ અને મર્યાદીત આર્થીક આવક વચ્‍ચે સારૂ પરીણામ મેળવ્‍યું: કૃણાલ

પરિણામ અંગે કૃણાલ સિઘ્‍ઘપુરાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, છેલ્‍લા બે વર્ષના સતત સંઘર્ષ અને આર્થીક સંકડામણ વચ્‍ચે કાકા સહિતના પરીવારજનોના સાથ તથા મારી શાળાના ગુરૂ ભુપેન્‍દ્ર વિઠલાણી સરની તમામ પ્રકારની મદદના લીધે આજે હું ઘો.12 માં 99.90 PR લઇ આવ્યો છું. મારા પિતાનું વર્ષ 2018 માં બિમારી સબબ અવસાન થયું છે. એ સમયે તેમની ઇચ્‍છા હતી કે, હું ભણીગણીને પરીવારને સુખી સંપન્ન બનાવું. જે શબ્‍દો મે મનમાં બાંધી લીધા હતા.

વધુમાં જણાવ્યું કે, ધો.11 અને 12 બંને વર્ષ વેરાવળની દર્શન સ્‍કુલમાં અભ્‍યાસ અર્થે દરરોજ સુત્રાપાડાથી અપડાઉન કરતો હતો. મારા પરિવારમાં માતા ગૃહણી અને નાની બહેન ધો.10 માં અભ્‍યાસ કરે છે. મારા પિતાજીના અવસાન બાદ મારા કાકા અમારા ઘરની મહતમ જરૂરીયાતો પુરી કરતા હતા. જયારે મારી પરિસ્‍થ‍િતિની જાણ શાળાના આચાર્ય વિઠલાણી સરને થતા તેઓએ ધો.11 અને 12 ની ફી માફી કરી દીધી હતી. પરિવારમાં પિતાની ખોટ વચ્‍ચે મર્યાદીત આર્થીક આવક હોવા છતાં દ્રઢ મનોબળ સાથે દરરોજ 15 કલાક જેવો સમય અભ્‍યાસ અને રિવિઝન પાછળ ઉપયોગ કરવાના લીધે આજે આટલું સારૂ પરીણામ લાવી શકયો છું. મારે આગળ ચાર્ટડ એકાઉટન્‍ટ બની પરિવારને સુખી-સમૃદ્ધ બનાવવાનું સપનું છે.

સુથારીકામ કરતા પિતાની પુત્રીને 99.44 PR મેળવ્યાં

વેરાવળની હુડકો સોસાયટીમાં ભાડાના મકાનમાં એક નાની બહેન અને માતા-પિતા સાથે રહેતી અને દર્શન સ્‍કુલમાં અભ્યાસ કરતી મલ્‍લીકા કુકડીયાએ 99.44 PR મેળવી પરીવારનું નામ રોશન કર્યુ છે. મલ્‍લીકાના પિતા છુટક સુથારીનું મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્‍યારે આજના પરિણામ અંગે મલ્‍લીકાએ વાતચીતમાં જણાવ્યું કે, હું છેલ્‍લા ચાર વર્ષથી દર્શન સ્‍કૂલમાં આચાર્ય વિઠલાણી સર પાસે અભ્‍યાસ કરૂ છું અને ધો.10 માં સારા પરિણામ બાદ મારી ઘરની પરિસ્‍થ‍િતિ જાણી એક વર્ષની ફી માફ અને બીજામાં રાહત આપી શાળા મદદરૂપ બની હતી. મારો પરીવાર શાળા કે ટયુશનની ફી ભરવામાં આર્થીક રીતે સક્ષમ ન હતો. તેમ છતાં મારા પિતાજીએ સંઘર્ષ કરીને જયારે માતા અને નાની બહેન મને અભ્‍યાસ કરવા સપોર્ટ આપતા હતા. દરરોજ શાળાના સમય ઉપરાંત 8 કલાક જેટલા સમય સુધી રિવિઝન-વાંચન કરવાના કારણે આજે આટલુ સારૂ પરીણામ લાવી શકું છું. મારે ભવિષ્‍યમાં એમબીએ થઇ કલેક્ટર (આઇ.એ.એસ.) બનવાનું સપનું છે.

અન્ય સમાચારો પણ છે...