સહાય:ડીવાયએસપીની મદદથી લોકડાઉનમાં અમદાવાદથી જૂનાગઢ સામાન પહોંચ્યો

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજાનો સામાન ઘરે પહોંચતા આભાર વક્ત કર્યો

કોરોના વાઇરસને લોકડાઉનમાં લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ રહી હતી. પરંતુ લોકડાઉનમાં અમુક લોકોએ પોલીસ પાસે મદદ માગતાં પોલીસે તાત્કાલિક તેમની મદદ કરી છે. જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ કપરી પરિસ્થિતિમાં અનેક લોકોની મદદ કરાઇ છે. ડીવાયએસપીની આ કામગીરીને લઈને તેમની પાસે જીતેશભાઈ મહેતાએ મદદ માંગી હતી અને તેમના ભત્રીજાના ઘરનો સામાન અમદાવાદ હોય અને તે જુનાગઢ પહોંચાડવાનો હોય ત્યારે ડીવાયએસપીની મદદથી આ સામાન અમદાવાદથી જૂનાગઢ પહોંચી જતા જીતેશભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...