તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ગડુ-જંગર રોડ મંજુર થતાં કામગીરી શરૂ કરવામાં આવી

ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની કામગીરી ઝડપી પુર્ણ કરી ગુણવત્તા જાળવી રાખવા રજુઆત

ગડુ-જંગર રોડના કામને લઈને તંત્રમાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 25 ગામના સરપંચો દ્વારા લેખીત રજૂઆત કરતા રોડ મંજુર થતાં કામગીરી શરૂ કરાઈ છે. આસપાસના લગભગ 25 ગામના સરપંચો દ્વારા પોતાના સહી સિક્કા સાથે લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને રજૂઆતો કરી હતી.

તેમાં જણાવ્યા અનુસાર ગડુ-જંગર રોડને સ્ટેટ હાઈવેમાં તબદિલ કરવામાં આવે અને રોડના કામ માટે સરકારે મંજુર કરેલી રકમ રૂ.16 કરોડની જગ્યાએ રૂ.27 કરોડ મંજુર કરાવામાં આવે. તેમજ રોડની કામગીરી વહેલી તકે શરૂ થાય અને કામની કવોલિટી જળવાઈ રહે તેવું રજુઆતમાં જણાવી ધારાસભ્ય બાબુભાઈ વાજાએ નાયબ મુખ્યમંત્રીને સમક્ષ માંગ કરી હતી. જે બાબતે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કવોલિટી બાબતે ખાતરી આપી હતી. અને રોજ મંજુર થતા કામગીરી શરૂ કરાઈ.

અન્ય સમાચારો પણ છે...