તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સિવીલ હોસ્પિટલમાં 100નું વેઇટીંગ હોઇ, 6ઠ્ઠા માળે બેડની સંખ્યા વધારો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવારની સુવિધા વધારવા જૂનાગઢના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત
  • 8 ટનની ઘટ પડતી હોઇ ઓક્સિજન સપ્લાયમાં વધારો કરવા રજૂઆત કરાઇ

જૂનાગઢની સિવીલ હોસ્પિટલ તેમજ કોવિડ હોસ્પિટલોમાં સારવારની સુવિધા વધારવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, હાલ સિવીલમાં 100 દર્દીનું વેઇટીંગ રહે છે ત્યારે છઠ્ઠા માળે બેડની સંખ્યા વધારવી જોઇએ. જ્યારે સિવીલમાં હાલ 20 ટનની કેપેસીટી ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, પરંતુ સારવાર અર્થે આવતા દર્દીની સંખ્યા જોતા ઓક્સિજનની જરૂરિયાત 28 ટનની છે.

ત્યારે ઘટતા 8 ટન ઓક્સિજનની તુરત સપ્લાય કરવી જોઇએ જેથી ઓક્સિજનના અભાવે કોઇ દર્દીનું મોત ન થાય. એજ રીતે પ્લાઝમાં થેરાપીની કોઇ વ્યવસ્થા નથી. ત્યારે પ્લાઝમાં થેરાપી માટે બ્લડ બેન્કમાં પ્લાઝમાં કલેકટ થઇ શકે તેવી મશીનરી ઉપલબ્ધ કરાવવી તેમજ સિવીલમાં લાયસન્સ ઉપલબ્ધ કરાવવું જોઇએ. જ્યારે 18 વર્ષથી વધુની વયના લોકોને 1 મેથી અપાતી કોરોના વેક્સિનમાં જૂનાગઢ જિલ્લાને બાકાત રાખી દીધો છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું હોય સત્વરે 18 વર્ષથી ઉપરની વયના લોકોનું વેક્સિન શરૂ કરવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ સીએમ વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...