ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં લગભગ 19 થી વધારે સિંહો વસવાટ કરે છે. એમાં સૌથી વધારે સિંહો સરંભડા ગામમાં રહે છે. અહીં લગભગ 10થી વધારે સિંહોનો વસવાટ છે. આ વિસ્તારમાં ગારીયાધાર, સાવરકુંડલા અને લીલીયા એમ 3 જુદી જુદી રેન્જના સિંહો અવરજવર કરે છે. તાજેતરમાંજ એક સિંહ ખાબોચિયામાં ભરેલું પાણી પીતો હોય એવો વિડિયો વાયરલ થયો હતો.
આમ છતાં વનવિભાગના પેટનું પાણી ન હલતું હોય એવી સ્થિતી છે. આ ઉપરાંત ગયા વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે પાણીનો સ્ત્રોત આપતી પવનચક્કી પણ ધરાશાયી થઈ ગઇ છે. પરિણામે પાણીના કુંડા પણ ખાલી છે. છતાં વનવિભાગ દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી. આથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છવાયો છે.
સ્ટાફની અછત, 3 ટ્રેકર અને માત્ર 3 વનમિત્ર
લગભગ 12થી વધારે ગામમાં સિંહોનો વસવાટ છે. છતાં અહીં ફક્ત 3 ટ્રેકર છે. તો વનમિત્ર પણ 3 જ છે. આથી સ્ટાફની પણ અછત છે. હાલ આ રેન્જ બોટાદ હેઠળ આવે છે. તેને શેત્રુંજય ડીવીઝન નીચે લેવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો આ રેન્જને શત્રુંજય ડીવિઝન નીચે લેવામાં આવે તો સિંહોની સુરક્ષામાં જરૂર વધારો થઈ શકે એમ છે. એવું પ્રકૃતિ પ્રેમી ઓનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.