તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડું ગંભીર બન્યું:170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, બોટ માલિકોએ ટંડેલોને ફિશીંગમાંથી પાછા આવવા સુચના આપી

જૂનાગઢ / વેરાવળ / પોરબંદર / અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તૌક્તે વાવાઝોડાથી સંભવિત નુકસાન અટકાવવા વહિવટી તંત્ર સજ્જ
  • માછીમારોને દરિયો ન ખેડવા સુચના, ફિશરીઝ વિભાગે બોટના ટોકન આપવાનું બંધ કર્યું, કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસે સર્જાયેલુ ડીપ ડિપ્રેશન વેરાવળથી 1060 કિમી દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાના પગલે પોરબંદર, વેરાવળ, માંગરોળ, જાફરાબાદના બંદર પર ચેતવણી આપતું 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 14 તરીકે સવારે 8.30 કલાકે લક્ષદ્વીપ પાસે સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન હાલ વેરાવળથી 1060 કિમી દૂર સાઉથ ઈસ્ટ તરફ કેન્દ્રિત થયું છે. જે નોર્થ વેસ્ટ ડાઇરેક્શન તરફ આગળ વધી રહ્યું છે એટ્લે આગામી 18 મી મે ના રોજ ગુજરાત કોસ્ટ પાસે પહોચી આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

આ ડીપ ડિપ્રેશન 15 મી તારીખની રાત્રિના સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયા બાદ 24 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સ્ટ્રોમના લીધે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કોસ્ટલ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેમજ સાઉથ ગુજરાત, દીવ અને દમણ વિસ્તારમાં 160 થી 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તે વધીને 115 કિમીની ઝડપે પણ ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.

આ તોફાનના પગલે સૌરાષ્ટ્રના દરિયાની સ્થિતિ તોફાની બને તેવી સંભાવનાને લીધે માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયામાં રહેલા માછીમારોને 15 મી મે સુધી કિનારે પરત ફરવા સૂચિત કરવામાં આવી રહ્યા છે.વેરાવળના ફીશરીઝ અધિકારી એસ. એન. સુયાણીએ જણાવ્યું કે, સમગ્ર જીલ્લામાં 8941 બોટો છે. જેમાંથી સીઝન નબળી હોવાથી મોટા ભાગની બોટો તો કિનારે જ છે. પરંતુ હજુ 1178 હોડી-બોટ દરિયામાં છે. તેને તુરંત કિનારે પરત આવી જવા સંદેશા આપવા સાથે માછીમાર અગ્રણીઓને જાણ કરવા કાર્યવાહી ચાલી રહી છે.

હોડી સ્થાનિક માછીમારી કરતી હોય છે. જે સવારે નિકળી સાંજે પરત ફરતી હોય છે. તો બોટ 3-4 દિવસ દરિયામાં ટ્રીપ કરી પરત આવતી હોય છે. વેરાવળમાં કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરાઇ રહ્યો છે. વેરાવળ મેરીટાઇમ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મેરીટાઇમ બોર્ડ દ્વારા વેરાવળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તો બોટ એસોસીએશનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલના જણાવ્યા અનુસાર, હાલ વેરાવળની 150 બોટ દરિયામાં છે. તેને પરત આવવા સુચના આપી દેવામાં આવી છે.

મામલતદાર હરસુખભાઇ ચાંદેગરાએ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ તંત્રો-સંસ્થાઓ, સુચિત આશ્રય સ્થાનો, તકેદારી સ્ટાફ, સ્થળાંતર કરવું જ પડે તો તેની તૈયારીનો રોડમેપ તૈયાર કરી દીધો છે. આવતીકાલે મિટીંગના અંતે તેને આખરી ઓપ આપી દેવાશે. જીલ્લા ડીઝાસ્ટર તંત્ર જીલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ કચેરીઓને વાવાઝોડું આવે તો શું કરવું, શું ન કરવું તેમજ પ્રોટોકોલ મુજબની સુચનાઓ પહોંચાડી દેવાઇ છે. વાવાઝોડાની સંભવિત તારીખ પહેલાં વધુ સજ્જ થઇ ચૂક્યા હશે. એમ ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી ચાવડાએ જણાવ્યું છે. દરમ્યાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લામાં બંદર પર 1 નંબરના સીગ્નલ લગાવી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...