સ્ટાર્ટઅપ:વિદ્યાર્થીની રસોડાના કચરામાંથી બનેલા ખાતરની પેટન્ટ લેશે

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 ટકા ન્યુટ્રિશ્નલ વેલ્યુ ધરાવતા કુકીઝ બનાવી કમ્પની સાથે કર્યો કરાર

ડો. એ. પી. જે. અબ્દુલ કલામના જન્મદિવસને વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે ઉજવાય છે. કારણકે, એક વિદ્યાર્થીના રૂપમાં તેમનું પોતાનું જીવન એક સંઘર્ષ ભર્યું હતું. એમના વિદ્યાર્થી કાળમાં આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રોજ અખબાર પણ વેચ્યા હતા. તે હંમેશા નવીન વસ્તુ શીખવા માટે ઉત્સુક રહેતા હતા. આમ ઉચ્ચ અભ્યાસ કરી એક સારા વૈજ્ઞાનિક, એન્જિનિયર, લેખક અને શિક્ષક તરીકે રાષ્ટ્રનેસેવા આપી હતી.

વિદ્યાર્થી જીવન દરમ્યાન જૂનાગઢની એકલવ્ય પબ્લિક સ્કુલમાં ભણતી એંજલ કાછડીયા નામની વિદ્યાર્થીનીએ પણ કંઈક નવું કરી બતાવ્યું છે. નાનપણમાં જ સર્વાંગી વિકાસ માટે ધીંગા-મસ્તી સેન્ટર થી સંગીત, ગાયન, વાદન, નૃત્ય, માટીકામ, વિજ્ઞાન પ્રયોગો, સંસ્કૃત, ચેસ, સ્કેટિંગ,જિમ્નેસ્ટિક,યોગ, પઝલ વિવિધ રમતો વગેરે શીખી હતી. સર્વગ્રાહી શિક્ષાને લીધે પોતાની આસપાસ બનતી ઘટનાઓને ઓળખવાની અને તેને તાર્કિક રીતે સમજવાની સૂઝ આપોઆપ વિકસિત થવા લાગી. પ્રાથમિક શિક્ષણ બાદ તે સમાજમાં બનતી મુખ્ય ઘટનાઓ અને તેની પાછળ રહેલા કારણોને પણ સારી રીતે વિચાર મંથન કરવા લાગી.

આથી દરેક ઘટના કે પ્રસંગ માટે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા અને યોગ્ય ચર્ચા-વિચારણા કરી પોતાનું મૌલિક વિચાર ધન બનાવવાનું અને રજુ કરવાનું શરુ કર્યું. દરેક ના ઘરમાં રોજ રસોઈ બને અને રોજે રોજ કચરો ભેગો થાય. એને નિકાલ પણ કરવાનો થાય. ક્યારેક બાજુના કોઈ લોકો કચરાનો ખોટી રીતે નિકાલ કરે અને ઝઘડા પણ કરે. આવી એક ઘટનામાંથી ચિંતન થયું કે, આ ઘરેલુ કચરાનો સારી રીતે નિકાલ કેમ કરી શકાય? એના જવાબ માટે ખાતર બનાવવાની વિવિધ રીતોનો અભ્યાસ અને અખતરાઓ કરી પોતાની રીતે દરેક લોકો ઉપયોગ કરી શકે એ માટે ચારેક જેટલા પ્રકલ્પ/ મોડેલ બનાવ્યા અને એ પૈકી એક માટે પેટન્ટની માંગણી પણ મૂકી છે.

આવીજ રીતે, એક વખત એક સંબંધીને ચક્કર આવી પડી જતા દવાખાને દાખલ કરવા પડ્યા જ્યાં ડોક્ટરે શરીરમાં પોષણના અભાવે આ થયું એવું જણાવ્યું. આથી રોજિંદા ખોરાક અને ફાસ્ટફૂડના પોષણ મૂલ્યનું પૃથક્કરણ કરીને ઓછા ખર્ચે, સરળ રીતે અને સ્વાદમાં ફેરફાર થયા વગર, દરેક પ્રકારની વાનગીઓમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ કેમ વધારવા એ માટે ડાયેટીશ્યન, ફૂડ ટેક્નિશ્યન અને જાત અખતરાઓ કરીને ત્રણ રીતો રજુ કરી. ઘણા લોકોને મહેનત વગર, તૈયાર ખોરાક જ જોઈએ છે, તો એ માટે ભારતમાં સૌથી ઊંચું એટલે કે 35 ટકા પ્રોટીન ધરાવતા કૂકીઝ બનાવીને રજુ કરી અને લોકલ એક કંપની સાથે કરાર કરીને ઇ કોમર્સ ઉપર વેચાણ માટે રજુ કરી. હવે એ પ્રકલ્પ માટે સરકારના SSIP પ્રોજેક્ટ હેઠળ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા જઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...