તીક્ષ્ણ હથિયારથી હત્યા:જૂનાગઢ પંથકના તોરણિયામાં પત્નીની હત્યા કરી મૃતદેહ કૂંડીમાં નાંખી, ઘરને તાળું મારી પતિ ફરાર

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ પંથકના તોરણીયા ગામે ઘરકંકાસના કારણે પતિએ પત્નિની હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. બાદમાં મૃતદેહને કુંડીમાં નાંખી હત્યારો પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ પંથકના તોરણીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા લીલીબેન અને તેમના પતિ રામદે ઢોલાને રાત્રીના 10 વાગ્યાની આસપાસ કોઈ વાતને લઈ ઘર કંકાસ થયો હતો.

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને પતિ રામદે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. લીલીબેન પર તીક્ષ્ણ હથિયારનો ઘા કરી હત્યા નિપજાવી હતી. ગુનો ચુપાવવા રામદેએ લીલીબેનના મૃતદેહને પાણીનાં કુંડામાં નાંખી દીધો હતો. બાદમાં લોહીવાળા કપડા બદલાવી ઘરને તાળુ મારી ફરાર થઈ ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલાને સંતાનમાં બે જોડીયા બાળકો છે અને હત્યા સમયે બાળકો કાકાના ઘરે રમતા હતા.

અન્ય સમાચારો પણ છે...