ફરિયાદ:પતિનું મોત નિપજાવ્યા અંગે પત્નિની પોલીસમાં ફરિયાદ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાદી લેવા ઉપલેટા જતા હતા ને અકસ્માત સર્જાયો

બાંટવાની એક મહિલાએ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિ લાદી કામે ગયા હોય જ્યાં લાદી ઘટતા મારા પતિ અને એક વ્યકિત ઉપલેટા ખાતે લેવા જતા હતા ત્યારે સરદારગઢ ગામ પાસે બાઈક પૂરપાટ ઝડપે ચલાવી મારા પતિને પછાડી દઈ મોત નિપજાવ્યું છે.

આ અંગેની મળતી વિગત મુજબ બાંટવા લીલાસા આશ્રમની પાછળ રહેતા કનુબેન ગોવિંદભાઈ વેગડાએ ફરિયાદ નોંધાવી છે કે, મારા પતિ હરેશભાઈ લક્ષ્મીદાસભાઈ કાનાબારનાં ઘરે મકાનમાં લાદીનું કામ કરવા ગયા હતા. એ સમયે લાદી ઘટતા હરેશભાઈ અને ગોવિંદભાઈ બાઈક લઈને લાદી લેવા માટે ઉપલેટા જઈ રહ્યાં હતા. તેઓ સરદારગઢ ગામ પાસે પહોંચ્યા ત્યારે હરેશભાઈએ બાઈકને પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈક પરનો કાબુ ગુમાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મારા પતિ ગોવિંદભાઈ રોડ પર પડી ગયા હતા અને તેઓને માથા અને ચહેરાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ગોવિંદભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે માણાવદર પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...