તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:શહેર કોંગ્રેસ પ્રમુખે માર માર્યાનો પત્નિએ કર્યો આક્ષેપ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગમાં ઇજા સાથે હોસ્પિટલે દાખલ થયા હતા

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે માર માર્યો હોવાના આક્ષેપ સાથે તેમના પત્નિ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરી છે. આ અંગે પૂનમબેન ઠુમરે જણાવ્યું હતું કે, મારા પતિ અમિત પટેલ અને તેમના બહેન દ્વારા મને માર મારવામાં આવ્યો છે. છેલ્લા 2 થી 3 મહિનાથી ઘરકંકાસ ચાલે છે જેમાં મને છૂટ્ટા છેડા લેવા દબાણ કરાય છે. મને લોખંડના પાઇપ વડે માર મારતા પગમાં ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ થઇ છું.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જો પોલીસ ફરિયાદ નહિ લે તો કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. જ્યારે અમિતભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા મમ્મીની તિથી હતી ત્યારે મારી બહેનો આવી હતી. મારી બહેનો આવે તે મારી પત્નિ પૂનમને ગમતું નથી અને તેને લઇને એલફેલ બોલે છે પરિણામે ઘરકંકાસ થયો છે. જોકે, ઘરનો મામલો છે, સમજાવટથી પતી જશે.

અન્ય સમાચારો પણ છે...