ક્રાઈમ:બીડી-બાક્સના રૂપિયા વધુ કેમ લીધા ? કહી યુવાનને મારમાર્યો

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના માલસામાનમાં તોડફોડ કરી'તી

માંગરોળ તાલુકાના ઝરીયાવાડા ગામે રહેતાં એક શખ્સના માતા દુકાન પરથી બીડી બાક્સ લેવા માટે ગયા હતા. બાદમાં તેમનો પુત્ર આ દુકાન પર પહોંચ્યો હતો અને વધુ રૂપિયા લીધા હોવાની વાતને લઈ બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત, માંગરોળ પંથકના ઝરીયાવાડા ગામે રહેતાં દિનેશભાઇ ભીખાભાઈ મેવાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, દિનેશભાઈની દુકાને અનિલ શાંતિભાઈ મેવાડાના માતા બીડી-બાક્સ લઈ ગયા હોય જેથી અનિલ દિનેશની દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે તે બીડી-બાક્સના રૂપિયા વધુ લીધા છે.

બાદમાં અનિલ ગાળો ભાંડવા લાગ્યો હતો અને દુકાનના માલ સામાનની તોડફોડ કરી હતી. આ ઉપરાંત દિનેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી અનિલ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...