તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારમાર્યો:ફોર વ્હીલ રસ્તામાં કેમ રાખો છો ? રસ્‍તો તમારા બાપનો છે ? તેમ કહી નવ શખ્‍સો એક મહિલા સહિત ત્રણ લોકો પર તુટી પડ્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેય શખ્‍સોએ લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો વડે ત્રણેય શખ્‍સોને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી
  • પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વેરાવળ તાલુકાના ડારી ગામે ફોર વ્હીલરમાં મોટર સાયકલનું હેન્ડલ અડી ગયના મનદુ:ખ બાબતે બોલાચાલી કરી ફોર વ્હીલ રસ્તામાં કેમ રાખો છો ? રસ્‍તો તમારા બાપનો છે ? તેમ કહી એક મહિલા સહીત ત્રણ લોકોને નવ શખ્સોએ એક સંપ કરી લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ મારામારીની ઘટના અંગે ઇજાગ્રસ્‍ત દુકાનદારેએ નવેય શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે સોમનાથ મરીન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ડારી ગામે રહેતા મહમદ આકાણીની દુકાને તેમના કાકા હાજીભાઇ બેસેલ હતા. તે સમયે યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી તેની મોટર સાયકલ લઇને નીકળેલ ત્‍યારે તેનું હેન્ડલ હાજીભાઇની ફોર વ્હીલરને અડી ગયેલ હતુ. જેનું મનદ:ખ રાખી યુસુફ હાજીએ મહમદ આકાણીની દુકાને જઇ ફોર વ્હીલ કેમ રસ્તામાં આડી રાખો છો. રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી મહમદભાઇ તથા તેના કાકા હાજીભાઇને બીભત્સ શબ્દો ભાંડવાનું શરૂ કરી હતી.

અપશબ્‍દો બોલવાની ના પાડતા (1) યુસુફ હાજી ઉર્ફે મુંજી જીકાણી, (2) અબ્દુલ હાજી ઉર્ફે મુંજી જીકાણી, (3) અસરફ ઇબ્રાહીમ લાડીયા (4) કાદર ઇબ્રાહીમ લાડીયા (5) અસ્લમ કાસમ મુસાણી (6) હુસેન નુરા ભરાણીયા (7) મહમદ ડોસા મુસાણી (8) હસન અબ્દુલ લાડીયા (9) કાદર મુંજી જીકાણીએ એકસંપ કરી લાકડી, કુહાડી, બેઝબોલ જેવા હથીયારો ધારણ કરી મહમદ તથા તેના કાકા હાજીભાઇ અને કાકી એમણાબેન પર તુટી પડી મારમારી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ત્રણેયને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. આ મારામારી ઇજાગ્રસ્‍ત મહમદ આકાણીએ માર મારનાર નવ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2), 114, 143, 147, 148, 149 અને જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી વઘુ તપાસ પીઆઇ વાઘેલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો