માગ:1178 ગાયોના મોત મામલે FIR કેમ નથી થતી?

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં અગાઉ આશરે 1,178 ગાયોના શંકાસ્પદ મોત થયા હતા. આ મામલે હજુ સુધી એફઆઇઆર કેમ થતી નથી તેવો સવાલ ઉઠાવી સત્વરે યોગ્ય કરવા માંગ કરાઇ છે. આ અંગે તુષારભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે, અગાઉ મહાનગરપાલિકા દ્વારા ગૌશાળામાં મોકલાયેલ 1178 ગાયોના શંકાસ્પદ મોત થયા હતા. આ અંગે તુષારભાઇ સોજીત્રા દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં એસીબીના તપાસનિશ અધિકારીએ તપાસ કરીએફઆઇઆરની પરમિશન માટે વિગતો ઉચ્ચ અધિકારીને મોકલી હતી. ઉપલા અધિકારી પરમિશન આપે પછી જ ફરિયાદ થઇ શકતી હોય છે.

ત્યારે આ મામલે હજુ સુધી કેમ એફઆઇઆર નોંધાઇ નથી તેવો સવાલ ઉઠાવી તુષારભાઇ સોજીત્રાએ વધુમાં જણાવ્યું છે કે, આ મામલે જાન્યુઆરી 2022માં સીએમને પણ રજૂઆત કરાઇ હતી. તેમ છત્તાં કોઇજ કાર્યવાહી એફઆઇઆરની ન થતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. આ પ્રકરણમાં ભીનું સંકેલી લેવાની પેરવી થઇ રહી હોવાની આશંકા પણ જણાઇ રહી છે. ત્યારે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને આ પ્રકરણ પર પડદો પાડી દેવામાં ન આવે તે માટે જનપ્રતિનિધીઓ યોગ્ય રજૂઆત કરે તેવી તુષારભાઇ સોજીત્રાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...