કાર્યવાહી:તું આપણી દિકરીને સારી રીતે‎ કેમ રાખતી નથી કહી પતિએ‎ પત્નિને માર માર્યો ,ફરિયાદ‎

જૂનાગઢ‎14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયા હાટીના ગામનો બનાવ‎
  • જાહેરમાં ગાળો ભાંડી, ધમકી આપતા‎ ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી‎

જૂનાગઢ‎ માધવપુર ગામે રહેતી મહિલા‎ પોતાના પતિ અને પુત્રી સાથે‎ માળિયાના કુકસવાડા ગામે‎ માવતરે ગઈ હતી. જ્યાં પતિએ‎ પત્નિને તુ આપણી દિકરીને કેમ‎ સારી રીતે રાખતી નથી કહી‎ જાહેરમાં ગાળો ભાંડી ઢીકાપાટુનો‎ માર મારી ધમકી આપતા પોલીસ‎ ફરિયાદ નોંધાઈ હતી. બનાવની‎ વધુ તપાસ ચાલી રહી છે.

આ‎ અંગેની પોલીસમાંથી મળતી‎ વિગત મુજબ મુળ માધવપુર‎ ગામના અને હાલ માળિયાના‎ કુકસવાડા ગામે રહેતા હેતલબેન‎ કેતનભાઈ મહાવદીયાએ ચોરવાડ‎ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ‎ મુજબ હેતલબેન પોતાના પતિ‎ કેતનભાઈ અને દિકરી રેહાનાને‎ સાથે લઈ કુકસવાડા ગામે પોતાના‎ માવતરના ઘરે આંટો દેવા ગયા‎ હતા.

ત્યારે રેહાના રડતી હોવાથી‎ કેતને હેતલબેનને કહ્યું હતું કે, તું‎ રેહાનાને સારી રીતે કેમ રાખતી‎ નથી. તેમ કહી જાહેરમાં ગાળો‎ ભાંડી ઢીકાપાટુનો માર મારી મારી‎ નાંખવાની ધમકી આપી હતી.‎ તેમજ શરિરે ઈજા પહોંચાડી હતી.‎ આ બનાવમાં પોલીસે ફરિયાદ‎ નોંધી આગળની ધોરણસરની‎ કાર્યવાહી આદરી હતી.‎

અન્ય સમાચારો પણ છે...