હુમલો:સોનારડી ગામે મારા આંબામાંથી કેમ લે છે કહીં થપ્પડો ઝીંકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમવાના સમયે ઝાડ નીચે પડેલ કેરી લેવા ગયો’તો
  • ઢીકાપાટુનો માર મારી પ્લાસ્ટીકનાં પાઈપથી હુમલો કર્યો

વંથલી પંથકનાં સોનારડી ગામે આંબાના બગીચામાં નીચે પડેલ કેરી લેવા ગયેલ યુવાનને માર માર્યો હતો. તેમજ પ્લાસ્ટીકના પાઈપ વડે હુમલો થતા એક શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જૂનાગઢનાં વાડલા ફાટક પાસે રહેતા મનીષભાઈ રમેશભાઈ ટાંકે નોેંંધાવેલી ફરિયાદ મુજબ મનીષભાઈ બપોરના જમવાના સમયે સોનારડી ગામે આવેલ મયુરભાઈ જેન્તીભાઈ ચૌહાણની વાડીનાં આંબાનાં ઝાડમાં નીચે પડેલ કેરી લેવા માટે ગયા હતા.

અને મહેશ ઉર્ફે મઈલો અશોકભાઈ મકવાણાએ આ આંબાનો ઈજારો રાખ્યો હોય. જેથી મનીષભાઈને કહ્યું હતું કે, મારા આંબામાંથી કેરીઓ કેમ લેશે. તેમ કહી ગાળો ભાંડી હતી. તેમજ થપ્પડો મારી ઢીકાપાટુનો મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...