વિવાદ:તલાટી મંત્રીએ કરવાની લેન્ડ રેકર્ડની નોંધ મામલતદાર પોતાની પાસે શા માટે રાખે છે

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુદ ભાજપનાજ અગ્રણીએ પ્રાંત અધિકારી સમક્ષ ઉઠાવ્યો સવાલ

લેન્ડ રેકર્ડની નોંધ નામંજૂર કરવાના મામલે જૂનાગઢના ભાજપ અગ્રણી અને રેવન્યુ બાર એસોસિએશનના વકીલોએ પ્રાંત અધીકારીને મળી ચર્ચા કરી હતી. અને મામલતદાર દ્વારા બધી નોંધ પોતાની પાસે રાખવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. જૂનાગઢના ભાજપ અગ્રણી ભાવેશ વેકરીયા અને રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ મેહુલભાઇ રાજપરા અને વકીલો પ્રાંત અધિકારીને મળ્યા હતા. અને ગામ નમુના નં. 2 ની નોંધ સીધી તલાટીએ નાખવાની હોવા છત્તાં મામલતદાર બધીજ નોંધ પોતાને હસ્તક રાખીને પોતાની ઉપર કામનું ભારણ શું કામ રાખી રહ્યા છે એવો સવાલ ઉઠાવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, ઇ ધરા વિભાગની જવાબદારી ફક્ત ખેતીની જમીનની નોંધ માટેજ હોય છે. આમ છત્તાં પ્લોટ બાબતની નોંધ ઇ ધરામાં શું કામ નાખવામાં આવે છે. મિલકત બાબતના કોઇપણ પ્રકારના ફેરફાર માટે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 135 સી નીચે ગામના નમુના નં. 2 તલાટી મંત્રીએ કાઢવાના હોવા છત્તાં કયા કારણોસર ફેરફારોમાં કલમ 135 ડી નીચે નોટીસ બજાવવામાં આવે છે. 6 નંબરની નોંધ માટે અલગ અલગ પ્રકારના 10 થી વધુ આધાર પુરાવા મામલતદાર દ્વારા કયા કારણોસર માંગવામાં આવે છે.

કોઇપણ ખેતીની જમીન બીનખેતી થયા પછી બીન ખેતીનું બધુંજ રેકર્ડ મામલતદાર પાસે હોવા છત્તાં અરજદારો પાસે એજ રેકર્ડ નકલના સ્વરૂપે કયા કારણોસર માંગવામાં આવે છે. નજીવા કારણોથી નોંધો નામંજૂર કરીને અરજદારોને પ્રાંત અધીકારી સમક્ષ અપીલ માટે મોકલીને પ્રાંત અધિકારી પર કયા કારણોસર ભારણ વધારી રહ્યા છે.

6 નંબરની નોંધોમાં અગણીત પ્રકારની ક્ષતિઓ સાથે મામલતદાર દ્વારા ચકાસણી કર્યા વીના કયા કારણોસર નોંધ મંજૂર કરાય છે. ગુજરાત સરકારની કૃષિ રેવન્યુ વેબસાઇટ ઉપર સમગ્ર ગુજરાતમાં બીનખેતીના 7-12 અને 8-અ બંધ થયેલા દેખાડતા હોવા છત્તાં મામલતદાર દ્વારા કયા કારણોસર ચાલુ રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...