જૂનાગઢ-ભેંસાણ હાઈવે પર એકી સાથે સાત સિંહોનું ટોળું આવી ચડતા થોડો સમય વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ સાત સિંહોનું ટોળું શિકારની શોધમાં હાઈવે પર આવી ગયા હોવાનું સિંહપ્રેમીઓ અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ભાગ્યે જ એક સાથે સિંહો ટોળા રૂપી જોવા મળતા હોય છે. ત્યારે જૂનાગઢ હાઈવે પર વહેલી સવારના પહોરમાં એકી સાથે સાત સિંહો લટાર મારતા નિહાળી વાહન ચાલકોએ પણ ખુશ થઈ ગયા હતા. આ સમયે કોઈ રાહદારીએ સાત સિંહના ટોળાના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા.
ગીર અને ગીરનાર આસપાસના જંગલમાં વસવાટ કરતા સિંહો અનેકવાર ખોરાકની શોધમાં હાઈવે તથા માનવ વસવાટ વાળા વિસ્તારોમાં આવી ચડતા જોવા મળે છે. જેમાં મોટાભાગે એકલ દોકલ સિંહો જ જોવા મળતા હોય છે. પરંતુ એકાદ દિવસ પહેલા જૂનાગઢથી ભેંસાણ જવાના મુખ્ય હાઈવે પર વ્હેલી સવારે એકી સાથે સાત સિંહો લટાર મારતા જોવા મળેલ જે અદભુત દ્રશ્યો કોઈ રાહદારીએ કેમેરામાં કેદ કરી લીધા હતા. જે વીડિયોમાં જોવા મળતા મુજબ વ્હેલી સવારના પહોરમાં અંધારા સમયે જૂનાગઢ-ભેંસાણ હાઈવે પર ડરવાણા ગામના પાટીયા પાસે એકી સાથે સાત સાત સિંહો જોવા મળતા વાહનો થંભી ગયા હતા.
હાઈવે પર બંન્ને તરફથી થોડો સમય સુધી વાહન વ્યવહાર થંભી ગયો જતા સિંહો લટાર મારતા મારતા આરામથી દુર જંગલ તરફ નીકળી ગયા હતા. હાઈવે પર અચાનક જ એકી સાથે સાત સિંહો જોવા મળતા તે સમયે પસાર થઈ રહેલા વાહન ચાલકોના શ્વાસ ઘડીભર થંભી ગયા હતા. જો કે સિંહોને કોઈએ હેરાન ન કરતા તમામ આરામથી નીકળી ગયા બાદ ફરી વાહન વ્યવહાર પૂર્વવ્રત થઈ ગયો હતો.
જંગલ વિસ્તારમાંથી એકી સાથે સાત સિંહો શિકારની શોધમાં નીકળી હાઈવે પર આવી ગયાનું અનુમાન સિંહપ્રેમી જાણકારોએ વ્યક્ત કર્યુ છે. એકી સાથે સાત સાત સિંહો ટોળા રૂપી ભાગ્યે જ જોવા મળતા હોય છે. ત્યારે આ ટોળા રૂપી સિંહોને નિહાળવાનો લ્હાવો અનેક વાહન ચાલકોને મળતા તેઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.