કાયમી કરવા માંગ:જૂનાગઢ મનપાના 37 કર્મીઓને કાયમીના ઓર્ડર ક્યારે અપાશે ?

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયમી ન થતા અનેક કર્મી નગરપાલિકામાં જતા રહે છે
  • 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ, જનરલ બોર્ડમાં ઠરાવ છત્તાં નિર્ણય નહિ !!

જૂનાગઢ મહાનગરપાલિકામાં 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા કર્મીઓને કાયમી કરવા માંગ ઉઠી છે. કાયમી કરવામાં ન આવતા 4 થી વધુ કર્મીઓ મનપા છોડી નગરપાલિકામાં જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મનપાના જ એક કર્મીએ જણાવ્યું હતું કે, 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા 37 કર્મચારીઓ છે. આ કર્મચારીઓને કાયમી કરવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરાયો હતો.

છત્તાં આ ઠરાવની અમલવારી ન કરી કાયમી કરાતા નથી. એક તરફ પદાધિકારીઓની કચેરીમાં 14 લોકોની જાહેરાત વિના જ રોજમદાર તરીકે ભરતી કરી દેવાઇ હતી અને બાદમાં તેને ફિક્સમાં પણ લેવાઇ ગયા છે. જ્યારે જનરલ બોર્ડના ઠરાવ થયેલા કર્મીઓને કાયમી કરવા એક ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા તેઓ વાત પણ કાને ધરતા નથી! ત્યારે ફાયર, વોટર શાખા, બાંધકામ શાખા જેવી મહત્વની શાખામાં કામ કરતા કર્મીઓને પણ કાયમી કરવામાં નહિ આવે તો આવા અન્ય કર્મચારીઓ પણ ના છૂટકે મનપામાંથી રાજીનામું ધરી દેશેે.

અન્ય સમાચારો પણ છે...