આયોજન:પ્રમુખસ્વામી મહારાજ જૂનાગઢ આવતા ત્યારે સંતો, મહંતોને મળવા આશ્રમે જતા

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજન

જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અખિલ જૂનાગઢ પ્રાંતના મહામંડલેશ્વરો, સંતો, મહંતોનું સંત સંમેલન યોજાયું હતું. બીએપીએસ સંસ્થા 2023નાવર્ષને પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે વિવિધ અભિયાનો તેમજ કાર્યક્રમો સાથે ઉજવી રહ્યું છે. ત્યારે તેના ઉપક્રમે આ આયોજન કરાયું હતું.

આ સંમેલનમાં મુક્તાનંદ બાપુ, હરિહરાનંદ ભારતી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, શેરનાથ બાપુ,મહેન્દ્રગીરી મહારાજ, રાજેન્દ્રદાસ મહારાજ, વિજય બાપુ, મહેશગિરી મહારાજ, પ્રેમ સ્વરૂપ સ્વામિ, રામસ્વરૂપદાસ મહારાજ વગેરે ઉપસ્થિત રહી પ્રમુખ સ્વામિ મહારાજને ભાવાંજલી આપી હતી.

ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણ વાગોળતા સંતોએ કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જૂનાગઢ પધારતા ત્યારે ગિરનાર તળેટીમાં સૌ સંતો, મહંતોને મળતા તેમના આશ્રમે જતા હતા. મહેશગિરી બાપુએ જણાવ્યું હતું કે, તેમણે જીવનને સામાન્ય રાખ્યું અને સમાજમાં કાર્ય અસામાન્ય રાખ્યું.

હરિહરાનંદ ભારતી મહારાજે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય વિવાદ ન કર્યો. મેં હંમેશા તેમનામાં નિર્વિવાદિતપણું જોયું. આ તકે બીએપીએસ સંસ્થાના ડો. વિવેકસાગર સ્વામી, ભક્તિવિનય સ્વામિ,શ્રીજીપ્રકાશ સ્વામી,ધર્મવિનય સ્વામી, અપૂર્વમુનિ સ્વામી વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...