તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાના ભાવે ઘઉંની ખરીદી:જૂનાગઢ જિલ્લાના 9માંથી 6 કેન્દ્રોમાં ઘઉંની ખરીદી ચાલુ, 3માં બંધ

જૂનાગઢ/કેશોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં 8 માર્ચથી 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું,
 • 1 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ
 • કુલ 7,124 ધરતીપુત્રોએ ટેકાના ભાવે ઘઉં વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું, અનેક સ્થળે ખેડૂતોને પડી હાલાકી

જૂનાગઢ જિલ્લામાં 1 એપ્રિલથી સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરી છે. જોકે, જિલ્લાના 9 કેન્દ્રોમાંથી હાલ 6 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવી રહી છે જ્યારે 3 કેન્દ્રો બંધ છે. જ્યાં પણ ટૂંક સમયમાં ખરીદી શરૂ કરાશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે ડિસ્ટ્રીક સપ્લાયર મામલતદાર એન. કે. મોરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 8 માર્ચથી 31 માર્ચ સુધી ટેકાના ભાવે ઘઉં વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાયું હતું જેમાં 7,124 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

દરમિયાન 1 એપ્રિલથી જૂનાગઢ, વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ અને મેંદરડા સેન્ટરોમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઇ છે. જ્યારે બાકીના ભેંસાણ, વિસાવદર અને માળીયા હાટીના સેન્ટરોમાં ટૂંક સમયમાં ખરીદી શરૂ કરાશે. હાલ 60 એસએમએસ કરાયા છે જેમાં પ્રથમ દિવસે 36 ખેડૂતો ઘઉં વેંચવા આવ્યા હતા. ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,975 રાખવામાં આવ્યો છે.

ભેંસાણમાં ખેડૂતોને થતા ધક્કા
ભેંસાણમાં ડીએસએમ ઓફિસની ઘોરબેદરકારીના કારણે ગોડાઉન મેેનેજરને લેટર ન આપતા પુરતો સ્ટાફ કે ગ્રેડરો ફાળવાયા નથી. આસિસ્ટન્ટ ગોડાઉન મેનેજર પાસે 3 ઓફિસના કામ લેવામાં આવે છેે. આમ, ઓછા સ્ટાફના કારણે ઘઉંની ખરીદી ન થતા ગોડાઉન ખાતે ખેડૂતોને ધક્કા થઇ રહ્યા છે. અહિં 5,500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે સત્વરે ખરીદી શરૂ થાય તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

જૂનાગઢમાં ખેડૂતોને કરાવાતી હેરાનગતિ
અગાઉ ખેડૂત ટ્રેકટરમાં ઘઉં લઇને આવતો પાંચ જગ્યાએથી સેમ્પલ લઇ લેવાતા હતા. હવે ટ્રેકટર ખાલી કરાવી પછી સેમ્પલ લેવાય છે. પરિણામે જો ઘઉં રિજેક્ટ થાય તો મજૂરી માથે પડે છે. > મહંમદભાઇ સીડા, પ્રમુખ ખેડૂત એકતા મંચ, જૂનાગઢ.

કેશાેદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી 1 માસ માેડી શરૂ થઇ

1094 રજીસ્ટ્રેશન સામે 10 ને બાેલાવાતાં 5 ખેડૂતાે ઘઉ વેંચવા પહાેંચ્યાં

કેશાેદના મામલતદાર કચેરી પાછળ આવેલ સરકારી પુરવઠા ગાેડાઉન થાતે 1 લી એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ઘઉંની ખરીદી થાય તે પહેલાં 1094 ખેડુતાેએ પાેતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંના પ્રથમ 10 ખેડુતાેને એસએમએસ કરી બાેલાવવામાં આવતાં 5 ખેડુતાે ટ્રેક્ટરમાં પાેતાના ઘઉંં લઇ સરકારી ગાેડાઉન ખાતે પહાેંચ્યાંં હતાં અને બપાેરના 11:30 કલાકે પ્રથમ ગ્રેડીંગ થતાંની સાથે જ ખરીદી શરૂ કરવામાં આવી હતી.

ખેડુતાેના જણાવ્યા અનુસાર ખેતરમાંથી ઘઉં તૈયાર થયાનાે એક મહિનાે જેવાે સમય વીતી ગયાે હાેય તેથી આ ખરીદી માેડી કહેવાય જેના કારણે રજીસ્ટ્રેશનના 60 ટકા ખેડુતાે એટલે કે 600 થી 700 ખેડુતાે જ ટેકાના ભાવે ઘઉંનુંં વેંચાણ કરશે. હજુ આ ખરીદી લાંબી ચાલવાની હાેય ત્યારે વધુ એક મહીનાેે વિત્યા બાદ લાબાં સમયથી પડતર રહેતાં ઘઉંમાં ધનેડા પડવાની સકયતા રહેલી હાેય તેવી પરિસ્થીતી વચ્ચે ઘઉં રીજેક્ટ થાય તે પહેલાં સમયસર ઘઉં ખરીદી કરવામાં આવે તેવી ખેડુતાેએ માંગ કરી હતી. દરમિયાન વર્ષ 2019 માં 205 ખેડુતાે 2020 માં 769 જયારે 2021 માં 1094 ખેડુતાેનું ટેકાના ભાવે ઘઉં વેંચવા રજીસ્ટ્રેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો