તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રેશનકાર્ડનાં એકી-બેકીનાં ક્રમમાં ઘઉં અને ચોખાનું વિતરણ થશે

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી 2.34 લાખ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં-ચોખા આપવામાં આવશે
  • રેશનકાર્ડનો છેલ્લો નંબર ધ્યાનમાં રાખવાનો રહેશે, છેલ્લો અંક 1 હોય તો 11 તારીખે જવાનું રહેશે

જૂનાગઢ જિલ્લામાં તા. 11 જૂન થી 20 જુન સુધી વ્યાજબી ભાવની દુકાન પરથી રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે ઘઉં અને ચોખા આપવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાને રાખી એકી-બેકીનાં ક્રમમાં ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે,જેથી કરીને વ્યાજબી ભાવની દુકાન ઉપર ગ્રાહકોની ભીડ એકત્ર ન થાય અને સમયસર ઘઉં, ચોખા મળી રહે તેવું આયોજન કરાયું છે.

જૂનાગઢ જિલ્લામાં એનએફએસએ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોંખાનું તા. 11 થી 20 જુન દરમિયાન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. જિલ્લાના અંત્યોદય કાર્ડધારકો 16,734 ની જનસંખ્યા 61, 296 અને એનએફએસએ રાશનકાર્ડ ધારકો 2,18,119 ની જનસંખ્યા 8,78,369 એમ કુલ 9,39,665 લોકોને વ્યકિતદીઠ વિનામુલ્યે અનાજ મળશે. સસ્તા ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ વિતરણ થશે. તેમજ સસ્તા ભાવની દુકાને ટ્રાફિક ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાાં રેશનકાર્ડનો છેલ્લો અંક 1 હોય તેઓને તા. 11 જૂનના,2 માટે તા. 12, અંક 3 માટે તા. 13, અંક 4 હોય તેમને તા. 14 , અંક 5 માટે તા. 15, અંક 6 હોય તેમને તા. 16, અંક 7 માટે તા. 17, અંક 8 માટે તા. 18, અંક 9 માટે તા. 18 અને છેલ્લો અંક 0 હોય તેમને તા. 20 જૂનનાં રોજ અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ બાકી રહેતા તમામ રાશનકાર્ડ ધારકોને 21 થી 31 જૂન સુધીમાં જથ્થો મેળવી લેવાનો રહેશે. તેમ જિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...