રજૂઆત:તંત્રની એવી તે કઇ મજબૂરી કે પ્રદૂષણ અટકાવી શકાતું નથી?!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરની ઉપસ્થિતીમાં ખાત્રી આપ્યા બાદ પણ નદીમાં છોડાતું કેમીકલ
  • યોગ્ય કરવા​​​​​​​ મુખ્યમંત્રી, કલેકટરને રજૂઆત કરતું કિસાન સંઘ

જેતપુર ડાઇંગ દ્વારા નદીમાં ફરી છોડાતા કેમીકલ યુક્ત પાણી મુદ્દે રજૂઆત કરાઇ છે. આ અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોરભાઇ પટોળીયાએ મુખ્યમંત્રી તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે,ગત વર્ષે સંકલનની બેઠકમાં કલેકટરની ઉપસ્થિતીમાં અધિકારીઓએ ખાત્રી આપી હતી કે, હવેથી નદીમાં ઉદ્યોગોનું કેમીકલ યુક્ત પાણી નદીમાં છોડવા દેવામાં નહિ આવે.

તેમ છત્તાં જેતપુર ડાઇંગ દ્વારા બેફામ રીતે ઉબેણ અને ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્રની એવી તે કઇ મજબૂરી છે કે તે પોતાની આપેલી ખાત્રીનો અમલ કરાવવામાં પણ વામણું પુરવાર થાય છે? ત્યારે યોગ્ય નહિ થાય તો કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી કિશોરભાઇ પટોળીયાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...