તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:જૂનાગઢમાં વ્હેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરના સમયે 37 ડિગ્રી તાપમાન રહ્યું
  • શહેરમાં દિવસભર 12.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો

જૂનાગઢમાં ગુરૂવારની વ્હેલી સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. ઝાપટા સ્વરૂપે વરસેલા મેઘરાજાએ 2 મીમી હેત વરસાવ્યું હતું. પરિણામે અનેક રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. જોકે, બાદમાં બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીએ રહેતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બુધવારની રાત્રીથી જ આકાશ ગોરંભાયેલું નજરે પડ્યું હતું. રાત્રે તારા પણ દેખાતા ન હોય વરસાદ પડવાની સંભાવના હતી.

દરમિયાન જૂનાગઢ શહેરમાં ગુરૂવારની વ્હેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. લોકો ભર ઉંઘમાંથી જાગ્યા ત્યારે રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. અનેક માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. સાથે વરસાદથી ભીની માટીની ખુશ્બુ વાતાવરણમાં ફેલાઇ ગઇ હતી. 2 મીમી વરસાદ બાદ મેઘરાજાએ વિદાય લીધી હતી. દરમિયાન શહેરમાં બપોર બાદ 37 ડિગ્રી તાપમાન રહેતા ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. શહેરમાં લઘુત્તમ 27.4 અને મહત્તમ 37 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

જ્યારે ભેજનું પ્રમાણ સવારે 87 ટકા અને બપોર બાદ 47 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 12.4 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. દરમિયાન કેરીની સિઝન હાલ તેના અંતિમ ચરણમાં છે. ત્યારે ફરી વરસાદી માહોલ થતાં કેસર કેરી વેંચનારા વેપારીઓને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતી નિર્માણ પામી છે. અગાઉ પણ તાઉ તે વાવાઝોડાને કારણે કેરીનાં પાકને નુકસાન થયુ હતું. ત્યાર બાદ પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. દરમિયાન ગુરૂવારની વહેલી સવારે ફરી મેઘરાજાનું આગમન થતાં કેરીનાં વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...