સિંહની લટારનો VIDEO:જૂનાગઢના ભવનાથ જંગલમાં આવેલી આશાહાબા પીરની દરગાહ પર બે સિંહ જોવા મળ્યા

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં આવેલી દરગાહ પર બે સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગીરનાર જંગલ વિસ્તારમાં 40 થી 50 સિંહોનો વસવાટ છે. ત્યારે અવાર નવાર સિહો રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ક્યારેક સિંહ વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં, ક્યારેક રોડ પર તો ક્યારેક ભવનાથ વિસ્તારમાં રાત્રિના સમયે લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે ભવનાથ જંગલ વિસ્તારમાં આવેલી એક દરગાહ પર બે સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...