સ્વાગત:17 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતાં આર્મીમેનનું ઇન્દ્રોયમાં સ્વાગત

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 કિમી રેલી યોજી પુષ્પોની બોછાર અને દેશ ભક્તિના નારા સાથે સ્વાગત કરાયું

વેરાવળ તાલુકાના ઇન્દ્રોઇ ગામના રામભાઇ બાંમણીયાએ આર્મીમાં 17 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી હતી. બાદમાં સેવા નિવૃત્ત થતા તેઓ માદરે વતન ઇન્દ્રોઇમાં આવ્યા હતા. ત્યારે ગ્રામજનોએ નિવૃત્ત આર્મીમેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ સોનારીયા ગામથી ઇન્દ્રોઇ ગામ સુધીની 1 કિમી લાંબી રેલી યોજી પુષ્પોની વર્ષા અને દેશભક્તિના નારા સાથે સ્વાગત,સન્માન કર્યું હતું.

જ્યારે સેવા નિવૃત્ત આર્મીમેન રામભાઇ બામણીયાએ જરૂર દેશ સેવા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું. સાથે ગામના યુવાનોને સેનામાં જોડાઇ દેશ સેવા કરવા આહ્વાન કર્યું હતું. આ તકે ગામના સરપંચ કાનાભાઇ ચુડાસમા, લાખાભાઇ બામણીયા, હાજાભાઇ ચુડાસમા,માનસિંગ રાઠોડ, જગદિશભાઇ ચુડાસમા,ભરતભાઇ પરમાર વગેેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...