રાજપુત કરણી સેના આયોજીત એકતા યાત્રા જૂનાગઢમાં પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ અંગે શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ, જૂનાગઢના યુવા અગ્રણી રાહુલભાઇ ભાલીયાએ જણાવ્યું હતું કે, ભારતના ક્ષત્રિય સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી 1 મેથી શરૂ કરીને 16 મે સુધી એકતા યાત્રા યોજાઇ હતી.
ક્ષત્રિય સમાજનું સંગઠન મજબૂત બને,સમાજમાં સામાજીક, રાજકિય તેમજ શૈક્ષણિક જાગૃતિ આવે અને નાના મોટા કુરિવાજો નાબૂદ થાય તે માટે એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. 1 મેએ માતાના મઢ(કચ્છ) થી એકતા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. અંદાજે 1,850 કિમીનું અંતર કાપી એકતા યાત્રા જૂનાગઢમાં આવી પહોંચી હતી.
શ્રી ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ જૂનાગઢના એન.ડી મોરી, રમેશભાઇ મકવાણા, રાહુલભાઇ ભાલીયા, હરેશભાઇ મકવાણા, અલ્કેશભાઇ, મહેશભાઇ સરવૈયા તેમજ રામનાથ સેવા સમાજ ગિરનાર દરવાજા દ્વારા ભવનાથમાં ફૂલહાર તેમજ તલવાર ભેંટ આપીને એકતા યાત્રાનું સન્માન કરાયું હતું. દરમિયાન કુલ 2000 કિમીનું અંતર કાપી આ યાત્રાનું સોમનાથ મહાદેવ મંદિર ખાતે સમાપન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.