તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન રદ્દ:શરૂ થાય તે પહેલા જ સાપ્તાહિક વેરાવળ- તિરૂવનંતપુુરમ ટ્રેન રદ્દ, રેલવેએ મેગા બ્લોકનું બહાનું આગળ ધર્યું

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોમનાથ - જબલપુરને મેગા બ્લોક નથી નડતો!

સોરઠને અન્યાય કરવામાં રેલવે વિભાગ પાછું વળીને જોતો નથી. ગમે તે બહાના આગળ ધરી ટ્રેન બંધ કરી દે છે. આવું ફરી જોવા મળ્યું છે. આ અંગે જૂનાગઢના પૂર્વ નગરસેવક અમૃત્તભાઇ દેસાઇએ જણાવ્યું છે કે, ભાવનગર મંડળના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક વી.કે. ટેલરે એક જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ડિસેમ્બરમાં શરૂ થનાર સાપ્તાહિક ટ્રેન વેરાવળ- તિરૂવનંતપુરમ ટ્રેન મેગા બ્લોકના કારણે રદ કરવામાં આવી છે.

જોવાની ખૂબી એ છે કે,સાપ્તાહિક ટ્રેન મેગા બ્લોકના કારણે રદ કરાઇ છે, જ્યારે દરરોજ દોડતી વેરાવળ-જબલપુર ટ્રેનને મેગા બ્લોક નડતો નથી! માની લો કે આ ટ્રેનને વેરાવળ રાખવાની જગ્યા નથી પરંતુ રેલવે ધારે તો આ ટ્રેનને સોમનાથ રાખી શકે અથવા જૂનાગઢ પણ રાખી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો