ઓનલાઇન પેપર:આજે કૃષિ યુનિ.વેટરનરી કોલેજમાં યોજાશે વેબીનાર

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પેપર પ્રસ્તુતિ સ્પર્ધામાં છાત્રો જોડાશે

કૃષિ યુનીવર્સિટીના પશુપાલન અને પશુચિકિત્સા મહાવિદ્યાલય દ્વારા આજે તા.30ના રોજ “પ્રાણી અને માનવ આરોગ્ય સુધારવા માટે પર્યાવરણીય સંરક્ષણ” વિષય ઉપર વેબિનાર તથા ઓન-લાઇન પેપર પ્રસ્તુતિ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં મહાવિદ્યાલયના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થિઓ ભાગ લેશે. વેબિનારમાં પદ્મશ્રી વિજેતા ડો. કે. કે. શર્મા, આસામ વેટેરનરી કોલેજના પ્રોફેસર તથા ડો. પી. એચ. વાટલિયા, નિયામક વિસ્તરણ શિક્ષણ કામધેનુ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના વ્યાખ્યાન રાખેલ છે. ઓન-લાઇન પેપર પ્રસ્તુતિ સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણ પત્રથી સન્માનિત કરાશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, કોલેજના આચાર્ય ડો. પી. એચ.ટાંક તથા એજીબીના વડા ડો.એ.આર. એહલાવતના માર્ગદર્શન હેઠળ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગોહિલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...