તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ભૂગર્ભ ગટર નાંખ્યા બાદ પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા જવાહર રોડ પર ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે. પણ લોકોને તેનો ફાયદો થયો ન હોઇ એવું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. અહીં આવેલા 3 ડેલામાં રહેતા લોકોના રહેણાંક મકાનમાં ગટરનું પાણી ઘૂસી જાય છે. જેના કારણે તેઓનું રહેવું મુશ્કેલ બન્યું છે. હવે આ ગટરના કામ માટે રોડ તોડવો પડ્યો છે.

હવે ગટરના કામ માટે નવો નક્કોર રોડ તોડ્યો
હવે ગટરના કામ માટે નવો નક્કોર રોડ તોડ્યો

જૂની ગટર કરતાં નવી ગટર ઉંચી હોઇ સમસ્યા
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, જૂની ગટર કરતાં નવી ગટર ઉંચી છે. જેના કારણે પાણીનો ભરાવો થાય છે. અને બહાર નિકળી રહ્યું છે.

ખાટલે બેસીને ભોજન કરવું પડે છે
છેલ્લા દોઢ માસથી આ પરિસ્થિતી છે. ઘરમાં પાણી ઘૂસવાના કારણે નીચે બેસી જમી શકાતું નથી. ખાટલે અથવા હિંડોળે બેસીને જમીએ છીએ. - કેશવલાલ રાજપરા, લત્તાવાસી

અન્ય સમાચારો પણ છે...