ઊના ગીરગઢડા પંથકના લોકોને પીવા તેમજ ખેડૂતોને શીયાળુ ઉનાળુ પાક માટે મચ્છુન્દ્રી ડેમમાંથી મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલ છે. જેથી 11 ગામના લોકોને પીવા તેમજ ખેતી પાકને ફાયદો થશે.
મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ પીવાનું પાણી તેમજ સિંચાઇમાં ઉપયોગી માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલ હતું. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર જે. જે. પટેલ સહીતના કર્મચારી તેમજ ખેડૂતો હાજર રહી કેનાલને વિધીવત ખુલ્લી મુકવામાં આવેલ હતી.
આ મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ ઊના-ગીરગઢડાના દ્રોણ, રસુલપરા, ગીરગઢડા, જરગલી, વડવીયા, ખાપટ, ઉમેદપરા, ઊના, એલમપુર, વરસીંગપુર તેમજ જુવડલીને આ કેનાલ મારફતે પીવા તેમજ સિંચાઇ માટે ઉપયોગી થશે.
ખેડૂતોને ઉનાળુ પાક તેમજ શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરૂ, ડુંગળી, ચણા, ઘાણા, બાજરો, તલ, શેરડી, તેમજ ઘાસચારો સહીતના પાકોને સમયસર પાણી મળી રહેશે. અને પાકને પણ જીવનદાન મળશે. આમ મચ્છુન્દ્રી યોજના હેઠળ કેનાલ મારફતે પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.