હાલાકી:થલ્લામાં 10 દિવસે પાણી, પીએચસી, સીએચસી 10 કિમી દૂર

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ગામની બેઠકમાં આપ સમક્ષ રજૂ થઇ ગામડાની સમસ્યા

આમ આદમી પાર્ટી દ્વારા ગામડું બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ત્રણ ગામના લોકોએ પોતાની સમસ્યા વર્ણવી હતી. ખાસ કરીને કેશોદ તાલુકાના થલ્લી, સામરડા, સાંઢા ગામની બેઠકમાં અનેક મુશ્કેલી સામે આવી હતી. થલ્લીમાં 10 દિવસે પાણી આવે છે.

સાંઢા ગામેથી પસાર થતી સાબરી નદીને હિરણ લીંક કેનાલ સાથે સાબરીના મુખ પાસે મેંદરડાથી જોડવામાં ન આવતા ઘેડ વિસ્તારની હજ્જરો હેકટર જમીનને પિયતનો લાભ મળ્યો નથી. સાંઢા ગામના જાદવ તળાવને નર્મદા પાઇપ લાઇન સાથે જોડવાની માંગ છે.

સાંઢા ગામની મધુવંતી અને સાબરી નદી કાંપના કારણે બુરાઇ જતા પુરના પાણીનું નિયંત્રણ થઇ શક્તું નથી. થલ્લી, સામરડા અને સાંઢના ગ્રામજનો માટે પીએચસી અને સીએચસી 10 કિમી દૂર છે પરિણામે આરોગ્યનો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે આ મામલે આપના જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીને પત્ર પાઠવી પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...