વન વિભાગનું ભેદી મૌન:ગિરનારના જળ સ્ત્રોત ઉપર "માલિકી હક્ક'નું જળ સકંટ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીમકુંડ, ડોક્ટરકુંડ, જ્ઞાનવાવ અને હાથીપગલું, સૂરજકુંડ જળ ભંડારને જનતા માટે ખુલ્લા મુકાવવા જોઈએ:ગિરનાર ઉપર જળ સંકટ છતાં વન વિભાગનું ભેદી મૌન

દિવ્યકાંત ભુવા

ગિરનારની પર્વત માળા યાત્રિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દાતારીની વાતો વચ્ચે જળ સ્થાનો ઉપર કબ્જા ભાવની નીતિએ જળ સકંટને ઘેરું બનાવાયું છે. રાજ્ય સરકાર ગિરનારના અંબાજી મંદિર સુધી આવતા હજારો યાત્રિકો માટે જળ પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચી ચૂકી છે.

ગિરનાર ઉપર વરસાદી પાણીનો સંગ્રહ કરતા જળસ્રોતની સંખ્યા ઘણી
બીજીબાજુ ગિરનાર ઉપર પાણી ક્યાંથી લાવવું તેનો જવાબ મળતો નથી. જોકે, અહીં જળ સ્ત્રોત અંગે જાણકારી બધા પાસે છે પણ તેના ઉપર કબ્જો થઇ ગયો છે અથવા તો આ જળ સ્ત્રોતનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ગિરનારના ભોમિયાઓને પૂછો એટલે ગિરિકંદરાની રજ્ર્જની માહિતી મળી રહે છે. ગિરનાર ઉપર વરસતી વરસાદની કૃપા જળ સ્ત્રોતમાં સચવાય તો છે. તેનો ઉપયોગ માત્ર નિશ્ચિત લોકો જ કરી રહ્યા છે.

પાણીનું સકંટ સરકાર માટે ચિંતાનું કારણ બન્યું
​​​​​​​ગિરનાર ઉપર વરસાદી પાણીનો સંગ્રહ કરતા જળસ્રોતની સંખ્યા ઘણી છે પણ તેની કોઈ માહિતી સરકાર સુધી પહોંચતી નથી.જેથી પાણીનું સકંટ સરકાર માટે ચિંતાનું કારણ બન્યું છે. એવા સંજોગોમાં અહીં જવાબદાર અધિકારીઓને જળસ્રોત શોધવાની જવાબદારી આપી 24 કલાકનો સમય આપવામાં આવે તો ચમત્કાર જોવા મળી શકે છે. કારણકે, અહીં પાણી તો છે પણ અધિકારીઓમાં એવું "પાણી"રહ્યું નથી જે યાત્રિકોને પાણી પૂરું પાડી શકે.

આ જળ છુપાયેલું નથી તેના ઉપર કબ્જાનું તાળું લાગી ગયું
ગિરનારના ભોમિયા જેવા અલોકોને મળીને પૂછતાં અહીં જળ સ્ત્રોત ઘણા છે. જે ભીમકુંડ, ડોક્ટર કુંડ, જ્ઞાનવાવ અને હાથીપગલું જળ ભંડાર તરીકે ઓળખાય છે. એ ઉપરાંત અન્ય બે જળ સ્ત્રોત પણ છે જેમાં ચિક્કાર પાણીનો સંગ્રહ થયેલો છે. જોકે, આ જળ છુપાયેલું નથી તેના ઉપર કબ્જાનું તાળું લાગી ગયું છે.

જળસ્રોત છોડાવી ગિરનારનું જળ સકંટ દૂર કરવામાં માત્ર 24 કલાક લાગી શકે
આ દેશમાં પાણીના પરબ બંધાવવામાં આવતા હતા એ સમય હતો આજે પણ ગામેગામ પાણીના પરબ જોવા મળે છે. પણ પવિત્ર યાત્રાધામ ઉપર આવેલા જળ ઉપર "જડ" વિચારધારા ધરાવતા કેટલાક લોકોએ કબ્જો જમાવ્યો છે. તેના ભોગવટામાંથી આ જળસ્રોત છોડાવી ગિરનારનું જળ સકંટ દૂર કરવામાં માત્ર 24 કલાક લાગી શકે.

વન વિભાગના ગેજેટમાં તેને સાર્વજનિક જળ સ્ત્રોત તરીકે બતાવવામાં આવ્યા
આ તમામ જળભંડાર જનતાની સેવા માટે નિર્માણ પામ્યા હતા તેનો હેતુ જ જનસેવાનો હતો પણ હવે જનસેવા ભૂલી જવામાં આવી છે. જેના કારણે જળ ઉપર કબ્જો થયો છે અને તેની જાણ સરકારી બાબુઓને પણ છેજ. ઉપરોક્ત બધા જળ સ્ત્રોત વરસાદી પાણીથી ભરાય છે. વન વિભાગના ગેજેટમાં તેને સાર્વજનિક જળ સ્ત્રોત તરીકે બતાવવામાં આવ્યા છે. પણ આજે એ પાણીનો ઉપયોગ થતો નથી એવા સંજોગોમાં ગિરનારનું જળ સકંટ દૂર કરવા સરકારે મજબૂત અધિકારીને પ્રતિનિધિ તરીકે જૂનાગઢ ગિરનાર ઉપર મોકલી વાટાઘાટો દ્વારા આ સકંટનો ઉકેલ લાવવો જોઈએ.

તમામ સ્ત્રોતો ખુલ્લા કરો
ગીરનાર વિકાસ સત્તામંડળ દરમ્યાન ગીરનાર પરના જૂનાગઢ બંધાયેલા જળ સ્ત્રોતો પરનો કબ્જો દૂર કરાવી તેને સાર્વજનિક કરવા ગીરનાર વિકાસ સત્તામંડળના શૈલેષ દવેએ માંગણી કરી છે.

ગિરનાર ઉપર પાણીના સ્ત્રોત અને પરબનો ઇતિહાસ
રાજાશાહીના કાળમાં ગિરનાર ઉપર પાણીની અદભુત વ્યવસ્થા શાસકોએ અને દાનવીરોએ કરી હતી. રાજ્ય તરફથી પેલી દેરી, છોડિયા દેરી, ઘોળી દેરી, કાળી દેરી તથા કોટમાં પાણીના પરબ હતા, જેનો ખર્ચ દિવાન દફ્તરની ચેરિટી ગ્રાન્ટ માંથી કરવામાં આવતો હતો. આ ઉપરાંત પાણીના સ્ત્રોત માટે પ્રાચીન ભીમકુંડ અને અર્વાચીન ડોક્ટર કુંડ છે જૂનાગઢના વિશ્વવિખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર ત્રિભોવનદાસએ બંધાવી આપ્યો હતો. સાત પુડાની જગ્યાએ મીઠા અને અલોકિક પાણી માટે જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસે કુંડ બંધાવી આપ્યો હતો.

કુંડ કાળા પથ્થરોથી પાકા બાંધેલ ​​​​​​​
અંબાજી મંદિર પાસે બે ચાર ટાંકાઓ જુદા જુદા દાનવીરોએ બંધાવી આપ્યા હતા. એક ટાંકો દિવાન અમૃતલાલના વિધવાએ ઇ.સ 1892 માં અને બીજો ટાંકો મુંબઈના કોઈ શેઠે તથા ત્રીજો ટાંકો પાલીતાણાના ઠાકોરસાહેબ એ બાંધી આપેલ હતો.તુલસીદાસની વિધવા ધેવકાબાઈ લાલજી જોશી એ પોતાના સ્વગ વાસી પુત્ર દયાળજી જાદવજી પાછળ બધાવી આપેલ હતો.જેના ઉપર સવંત 1968 ફાગણવદી એકમ સોમવારનો લેખ હતો. સેવાદાસજીની જગ્યા નીચે ઉતરતા પાણીના બે ટાંકા આવેલા છે. જે કુંડ કાળા પથ્થરોથી પાકા બાંધેલ છે.

આ બધા પરબ સાર્વજનિક હેતુ માટે હતા
જૂનાગઢના વસાવડા પરિવારે સ્વર્ગીય કુકાબાઈના સ્મરણાર્થે બંધાવી આપેલ છે. ગૌમુખી જગ્યાએ કુંડ છે. એ પાણીની સારી સગવડ હતી. માળીપરબ પાસે જૂનાગઢના વઝીર બહાઉદીનભાઈએ એક મોટો પાકો કુંડ બંધાવી આપેલ હતો. આ ઉપરાંત અન્ય પરબો પણ ચાલતા હતા.જોઈએ કે ધોળી પરબ, ચોર પરબ, માળી પરબ, સુવાવડી પરબનો સમાવેશ થાય છે. આ બધા પરબ સાર્વજનિક હેતુ માટે હતા. એમ ઇતિહાસવિદ પ્રદ્યુમન ખાચરનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...