પદ્મદર્શન:પાણી નીચેતો વહેતું જ રહે છે, ઉપર ચડાવવા પ્રયાસો કરવા પડે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરવા ગિરનારીની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસની ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે,તપસ્વીઓના તપ અને નવકાર મંત્રોના જાપથી ધર્મશાળા ધન્ય બની છે. 20 દિવસની નવકાર મંત્રની પીઠિકાનો પ્રારંભ થયો છે. રોજની 50 બાંધી નવકારવાળી એકાસણાના તપ પૂર્વક કરવાના સંકલ્પ સાથે આરાધકોએ શરૂ કરી છે.

જેના હૈયામાં નવકારનો વાસ છે તેને સંસારની આધિ,વ્યાધી કે ઉપાધી સતાવી શકતી નથી. નવકાર ભવ પાર કરવાનો શ્રેષ્ઠ મંત્ર છે. નવકાર મંત્ર જૈન શાસનનો શિરમોર સમાન મંત્ર છે. ખાસ કરીને સાધના, તપ કરવાનું મહત્વ એ છે કે, પાણી નીચેની તરફ તો વહેતું જ રહે છે. તેના માટે પ્રયાસો કરવાની જરૂર નથી. પણ તેને ઉંચે ચડાવવું હોય ઉપરની તરફ લઇ જવું હોય તો પ્રયાસ કરવા પડે છે. તેમ જીવનને પ્રભુની સાથેની ઉંચાઇએ જોડવું હોય તો તપ,સાધના કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...